સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

પાટડીના પીએસઆઇ યોગેશ જોષી અને એએસઆઇને સસ્પેન્ડ કરાયા

વઢવાણ તા.૩ : પાટડીમાં ગઇ ૧પમીએ એલસીબીએ નવા દરવાજા પાસે દરોડો પાડી વાજપાઇનગરમાં રહેતો ચુડા ઠાકોરને વરલી મટકાના આંકડા લેતા ઝડપી લીધો હતો અને એન્ટી રોમિયો સ્કવોડે પણ પાટડીમાં વરલી મટકાનો દરોડો પાડયો હતો. જેથી પોલીસની બેદરકારી સામે આવતા સબ ઇન્સ. યોગેશ જોષી અને એએસઆઇ હનુભાઇને રેન્જ આઇજી ડી.એમ.પટેલએ ફરજ મોકુફીનો હુકમ કર્યો છે.

દારૂના પૈસા ન આપતા પત્નિને સળગાવી

અહી મેલડીપરામાં રહેતા સંતોષભાઇ આરસીભાઇ જળવાડીયાએ પત્નિ પાસે દારૂ પીવાના પૈસા માંગતા અને નહી આપતા ઉશ્કેરાઇ પત્નિને કેરોસીન છાંટી આગ ચાંચી હતી અને પછી તે જ તેણીને દવાખાને લઇ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.(૩-૯

(4:15 pm IST)