સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

હવે 'ખેડૂત જાગૃતિ યાત્રા' યોજાશેઃ હાર્દિક

સુરેન્દ્રનગર પોલીસમાં હાજરી વેળાએ સંબોધન

વઢવાણ તા. ૩ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ ખાતે યોજાયેલી સભામાં હાર્દિક પટેલે ભાજપ માટે કરેલી ટીપ્પણીઓ બદલ તેની સામે ગુન્હો નોંધાયો હતો. જે મામલે ે હાર્દિક પટેલ બી ડીવીઝન પોલીસે હાજર રહ્યો હતો અને જામીનમુકત થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી.

જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેને સભામાં ભાજપની ભવાઈ, લુખ્ખા શબ્દો માટે તેમની વિરુદ્ઘ ગુન્હો નોંધવામાં આવ્યો છે ત્યારે વાણી સ્વતંત્રતા જેવું કાઈ રહ્યું જ નથી. સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય પણ ગુન્હાઓ નોંધાયા છે તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓ બાદ એક નહિ પરંતુ ૧૨ ગુન્હા લગાવ્યા હોવાનું જણાવીને તેમણે પીએમ મોદીનું નામ લીધા વિના કટાક્ષ કર્યો હતો કે સારું છે કે દરેક સ્થળે ગુન્હા નોંધાય છે અને ત્યાં જાઉં છું એટલે આગામી ૪-૫ વર્ષ પછી હું પણ કહી સકીશ કે મારે આ શહેર સાથે જુનો નાતો છે. તેમ કહીને કટાક્ષ કર્યો હતો તેમજ આગામી દિવસોમાં ખેડૂત જાગૃતિ યાત્રા યોજવાનું જાણાવ્યું હતું કે બજેટમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ ખરેખર ખેડૂતોના મુદ્દા પર ધ્યાન આપવાની સલાહ આપી હતી અને ભાજપ તેમજ પીએમ મોદી પર આડકતરા પ્રહારો કર્યા હતા.

(12:51 pm IST)