સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

ભાવનગરમાં શાળાને નામે છાત્રાલય ચલાવી શિષ્યવૃતિનો પણ લાભ લેવા તો હોઇ ચકચાર

ભાવનગર તા.૩: ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં દુઃખી શ્યામ બાપા આશ્રમ પાસે આવેલા સરસ્વતી વિદ્યામંદિર ખાતે ડીઇઓ એ.વી.પ્રમપતિએ જાત  નિરીક્ષણ કરતા આ સ્કુલમાં વિદ્યાર્થીઓ માથાન હતા.  આ સ્થળે શાળાને બદલે માત્ર છાત્રાલય ચલાવાતું હતું. આ શાળાના નામે વિદ્યાર્થીઓની જે વાર્ષિક શિષ્યવૃતિ મળે તે સરકાર પાસેથી અને શાળાને બદલે તેજ સ્થળે છાત્રાલય પલાવી છાત્રો પાસેથી વર્ષે હજારો રૂપિયા અમેરાતો હોવાનું બહાર આવ્યુ છે

આ શાળાનું ચાર વર્ષથી માત્ર નામજ છે અને તેને બદલે આ સ્થળે માત્ર છાત્રાલય શરૂ રાખવામાં આવ્યુ છે ડીઇઓ દ્વારા આ અંગે શાળાના ટ્રસ્ટીઓને નોટીસ ફટકારવામાં આવી છે. શાળાના ટ્રસ્ટીઓ જવાબ આપવતા નિષ્ફળ પુરવાર થશે તો શાળાની માન્યતા રદ કરવા સહિતના સમના પગલા ભરવામાં આવશે તેમ ડીઇઓ પ્રજાપતિએ જણાવ્યુ છે આ શાળાના ચાર ટ્રસ્ટીઓમાં માનાસંદભાઇ ચૌહાણ, ભદ્રજીતભાઇ, બિનાબા અભયસિંહ ચૌહાણ અને ગૌતમ પબુભા ચૌહાણ હોવાનુ જાણવા મળેલ છે એક જ પરિવારના ચાર સભ્યો ટ્રસ્ટીઓ છે. ભાવનગર ખાતે કલેકટર કાંતીભાઇ પટેલ હતા તાયેર કારડીયા રજપુત સમાજને ૬૫૦૦ વાર જમીન આપવામાં આવી હતી. અને શૈક્ષણિક હેતુ માટે આ જગ્યા ફાળવાઇ હતી. હાલ કરોડોમાં ચંકાતી આ જગ્યા ૨.૭૫ લાખમાં ફાળવાઇ હતી. ત્યા શાળાઓ છાત્રાલય બનાવવાનો હેતુ હતો.

સરસ્વતી વિદ્યામંદિર નામની શાળામાં શાળાને બદલે છાત્રાલય ચાલતુ હોવાનું બહાર આવતા શૈક્ષણિક અને રાજકીય વર્તુનો માં આ મુદ્દો ચર્ચાને ચકડોએ ચડ્યો છે.

(2:58 pm IST)