સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

કેન્દ્રીય બજેટ 'આશા' ઉપર 'નિરાશા'નું ઠંડુ પાણી રેડનારૂ : વિક્રમ માડેમે વખોડયું

ટેકસ વધારવા સિવાય બીજુ કંઇ જ નથી થયું : જામનગરના કોંગી ધારાસભ્યનો આક્ષેપ

જામનગર, તા. ૩ :  મોદી સરકાર દ્વારા રજૂ થયેલા બજેટને માત્ર વાતોના વડા અને લોકોને મોટી લોભામણીની વાતો અને વચનોની ભરમાર જેવુ ગણાવી કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે વિવિધ આક્ષેપો કર્યા હતા.

જેમાં બજેટને વખોડી કરાયેલા નિવેદનમાં જણાવેલ મોદી સરકારનું પાંચમુ અને છેલ્લા બજેટમાં લોકો મોટી મોટી આશાઓ રાખીને બેઠા હતા તે તમામ આશાઓ ઉપર નિરાશા ફરી વળી છે.

ખેડૂતો માટે મોટી જાહેરાતો સાથે યુવાનો માટે કાંઇ નહીં, ગરીબો અને બેરોજગારો માટે પણ નક્કર કોઇ રોજગારીની ખાત્રી આપવામાં આવેલ નથી. સ્વાસ્થ્ય પર સેસ અને મોટા મોટા કર લગાવી દીધા  હોવાથી બજેટમાં ટેકસ વધારવા સિવાય બીજુ કોઇ નથી.

દર વર્ષની જેમ આ વર્ષના કેન્દ્રીય બજેટમાં જાણે વાયદાઓ જ કરાયા હોવાનો આક્ષેપ કરી શ્રી માડમે ઉમેયુ હતું કે કરોડોની સંખ્યામાં સ્નાતકો અને અનુ સ્નાતક યુવાનો નોકરી ધંધા રોજગારી મોટી મોટી આશાઓમાં બજેટની રાહ જોઇને બેઠા હતા ત્યાં તમામને પણ નોકરી આપવાનું માત્ર વચન અપાયું છે.

તો વળી સ્વાસ્થ્ય વિમાનીલ પણ વાતો કરવામાં આવી છે. મહિલાઓ માટે મોટા સંમેલનો ભરનારી સરકારે મહિલાઓ માટે નક્કર કોઇ જ યોજના બનાવી નહી.

(11:51 am IST)