સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

ગોંડલમાં બંધ મકાનમાંથી ૫ લાખની મત્તાની ચોરી

અકસ્માતમાં ઘાયલ અને રાજકોટ હોસ્પિટલમાં દાખલ પાલિકાના કર્મચારી જગદીશસિંહ જાડેજાનું ઘર તસ્કરો સાફ કરી ગયા

ગોંડલ તા. ૩ :  શહેરના શિવનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ પરોણા કરી અકસ્માતમાં ઘાયલ એવા નગરપાલિકાના કર્મચારીના ઘરમાં હાથફેરો કરી રૂપિયા પાંચ લાખના મુદ્દામાલની ચોરી કરી જતાં સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના શિવ નગર સોસાયટીમાં રહેતા અને નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા જગદીશસિંહ અજીતસિંહ જાડેજાના ઘરમાં ગત રાત્રીના તસ્કરોએ પરોણા કરી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ રૂ પાંચ લાખ ના મુદ્દામાલની ચોરી કરી જતા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.ઘટનાના ફરિયાદી મયર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓનામાં જગદીશસિંહ ગત શનિવારના મોવૈયા ગામે હજરત પીર બાપુના મંદિરે ચાલીને દર્શન કરવા જઈ રહ્યાં હોય કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘવાતા તેઓને રાજકોટ હોકાટ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે સમગ્ર પરિવાર ત્યાં સારવારમાં હોય તસ્કરોએ બંધ મકાનમાં ત્રાટકી ઘર સાફ કરી ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની ઢીલી નીતિના કારણે શહેરમાં તસ્કરોને ચોરી કરવા મોકળું મેદાન મળી ગયું છે રોજબરોજ અનેક ચોરીની ઘટના બની રહી છે પોલીસ તેની ખાખીની બતાવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:51 am IST)