સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

ગીર-સોમનાથ જિલ્લાના લશ્કરી ભરતી મેળામાં જોડાવા ઇચ્છતા યુવાનોને નિવાસી તાલીમ અપાશે

ગીર સોમનાથ તા. ૩ :  આગામી તા.૨૬/૪/૨૦૧૮ થી તા. ૫/૫/૨૦૧૮ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગ્રાઉન્ડ- રાજકોટ ખાતે આયોજિત લશ્કરી ભરતી મેળા પૂર્વેના નિવાસી તાલીમ વર્ગનું ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારો માટે આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમ ૩૦ દિવસની રહશે. જેમાં ઉમેદવારને રહેવા જમવા તથા તાલીમ (શારીરિક અને લેખિત પરીક્ષા) સુવિધા ઉપરાંત સરકારના નિયમ મુજબ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.તા. ૨૫/૨/૨૦૧૮ થી તા ૧૦/૪/૨૦૧૮ સુધી  ઓનલાઈન અરજી www.joinindianarmy.nic.in પર કરવાની રહેશે. નિવાસી તાલીમમાં જોડવા ઈચ્છતા ઉમેદવારોએ ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી વેરાવળ ખાતે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે.

આ તાલીમમાં ઉમેદવારની સંખ્યા મર્યાદિત હોવાથી રોજગાર કચેરી દ્વારા શારીરિક કસોટી પાસ કર્યા પછી પસંદ કરવામાં આવશે.  ઉમર ૧૭.૫ વર્ષ થી ૨૧ વર્ષ  શૈક્ષણિક લાયકાત  ધોરણ ૧૦ અને ૧૨ પાસ (૪૫%) સાથે ઉચાઈ ૧૬૮ સેમી હોવાની સાથે છાતી ૭૭/૮૨ હોવી જોઈએ. લશ્કરી ભરતી માટે ઉપયોગી શારીરિક તેમજ લેખિત પરીક્ષાલક્ષી અને નિવાસી  તાલીમનું આયોજન      કરી શકે તેવી આવી તાલીમ આપવા રસ ધરાવતી એકેડેમિક સંસ્થા/  ટ્યુશન કલાસ કે સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરાવતી સંસ્થાઓ રોજગાર કચેરીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)