સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

ધોરાજીના વી.વી. વઘાસીયા પરિવાર દ્વારા ચિ. ડિમ્પલના લગ્ન પ્રસંગે રૂ. ૧,૧ ૧,૧૧૧ શહિદ વિર જવાનોના પરિવારને અર્પણ

ધોરાજી : વકીલ મંડળના પ્રમુખ વી.વી. વઘાસીયાના સુપુત્રી ચિ. ડિમ્પલના શુભલગ્ન વિરપુર (જલારામ) નિવાસી સ્વ. જયસુખભાઇ ડુગરભાઇ ઘડુકના સુપુત્ર ચિ. મોહિનકુમાર સાથે ધોરાજી મુકામે યોજાયેલા હતા. ચિ. ડિમ્પલના શુભલગ્ન પ્રસંગે ચાંદલાની રકમ રૂ. ૧,૦૦,૮૦૦/- અંકે એક લાખ આઠસો રૂપિયા આવેલ. ચાંદલાની તમામ રકમ સગા-સબંધિ, મિત્ર મંડળ તેમજ મહાનુભાવોની હાજરીમાં ભારત ભૂમિના શહિદ વીર જવાનોના પરિવારને અર્પણ કરી દેવા અંગે વી.વી. વઘાસીયાએ જાહેર કરેલ. એવા સમયે પોતાની લાડલી દીકરી ચિ. ડિમ્પલે પોતાની બચત કરેલ રકમમાંથી રૂ. ૧૦,૩૧૧/-નો ઉમેરો કરાવીને પિતાના સેવા કાર્યમાં સહભાગી બનેલ. આમ કુલ રકમ રૂ.૧,૧૧,૧૧૧/- અંકે એક લાખ અગીયાર હજાર એક સોૈ અગીયાર રૂપિયા પુરા ભારત ભૂમિના શહીદ વીર જવાનોના પરિવારને અર્પણ કરવાનું જાહેર કરીને સમગ્ર સમાજને નવો રાહ ચિંધેલ હતો. આ તકે માનવ સેવા યુવક મંડળ તેમજ લેઉઆ પટેલ કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઇ પટેલ, માજી ધારાસભ્યશ્રી છગનભાઇ સોજીત્રા, ભીખાભાઇ બાંભણીયા તેમજ અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, જુદી જુદી સંસ્થાઓના પદાધિકારીઓ, ડોકટરો, વકીલો, વેપારીએ વિગેરેએ વી.વી. વઘાસીયાની સેવાને બીરદાવેલ હતી.  લગ્ન પ્ર.સગ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા અને સંચાલન વી.વી. વઘાસીયાના ફેમેલી રાજેશ્રી ગ્રુપ મિત્ર મંડળ તથા સોમનાથ ગ્રુપ મિત્ર મંડળ તેમજ ઓમ ગ્રુપ મિત્ર મંડળએ કરેલ હતી. ધોરાજી વકીલ મંડળના પ્રમુખ તરીકે છેલ્લા રપ વર્ષ ઉપરાંતથી નિષ્ઠાથી ફરજ બજાવે છે.

લેઉઆ પટેલ કેળવણી મંડળ-ધોરાજી તેમજ સમગ્ર સમાજ તરફથી ખોડલધામના નરેશભાઇ પટેલનો સત્કાર સમારંભ ધોરાજી મૂકામે રાખેલ ત્યારે વી.વી. વઘાસીયાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે ખોડલધામનું સમાધાન પંચ જીલ્લા મથકે રાખેલ છે તેની સાથે સાથે તાલુકા મથકે પણ સમાધાન પંચ રાખવામાં આવે તો સમગ્ર સમાજને ઘણી જ સરળતા રહે, તેવું જણાવતા નરેશભાઇ પટેલ પોતાના પ્રવચનમાં જણાવેલ કે સમગ્ર ગુજરાતમાં તાલુકા મથકેનું સમાધાન પંચ વી.વી. વઘાસીયાને ત્યાંથી શરૂ કરવાની જાહેરાત કરેલ હતી.

(11:39 am IST)