સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd December 2021

ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો પંચમ વાર્ષિક પાટોત્સવ રવિવારે ભવ્ય રીતે ઉજવાશે

ભાવનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના મહંત પૂજ્ય સોમપ્રકાસ સ્વામી પધારી પંચમ પાટોત્સવ નિમિત્તે પ્રેરક પ્રવચન આપશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના જુનાગઢ રોડ ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરનો પંચમ પાટોત્સવ આગામી 5/ ને રવીવારે ભવ્ય ઉજવાશે

જે અંગે જુનાગઢ બીએપીએસ મંદિરના સંત શ્રી કલ્યાણમૂર્તિ સ્વામીએ જણાવેલ કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી ધોરાજીના જૂનાગઢ રોડ ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરને ભવ્ય  આજથી પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું જે પ્રગટ ગુરુહરિ શ્રી મહંત સ્વામીના આશીર્વાદથી તારીખ 5 ને રવિવારના રોજ પાંચમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે
રવિવારે સવારે 8 થી 9 પાટોત્સવ મહાપૂજા છે , 9 થી 11 અન્નકૂટ ગોઠવણ , અને 11 વાગ્યે અન્નકૂટ આરતી અન્નકૂટ ના દર્શન 11 થી સાંજના 7 સુધી થશે , સાંજે 7 વાગ્યે અન્નકૂટ સંધ્યા આરતી  યોજાશે પાટોત્સવ માં ભાવનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય સોમપ્રકાસ સ્વામી પધારી પંચમ પાટોત્સવ નિમિત્તે પ્રેરક પ્રવચન આપશે ખાસ પાટોત્સવ  શભાનો લાભ પોતાની રમુજી શૈલીમાં આપશે આ પાટોત્સવને સફલ બનાવવા માટે જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી , પૂજ્ય સેવાનંદસ્વામી અને સમગ્ર ધોરાજી સત્સંગ મંડળ , મહિલા મંડળ , યુવક મંડળ , યુવતી મંડળ ,બાલ મંડળ , બાલિકા મંડળ ખુબજ જહેમત ઉઠાવી રહ્યા છે

(8:37 pm IST)