સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

ધોરાજીના મોટીમારડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા મુકેશભાઈ ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો

ધોરાજી :ધોરાજી તાલુકાના મોટીમારડ ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવતા મુકેશભાઈ ભટ્ટનો વયમર્યાદાના કારણે રિટાયરમેન્ટ ના સમયે વિદાય સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં મોટીમારડ ગામના સરપંચ, ઉપ સરપંચ, સ્ટેટ બેંકના સહ કર્મીઓ,ગામની બંને હાઈસ્કૂલના પ્રિન્સીપાલ સાહેબો, ગામના અગ્રણીઓ તથા મિત્રોએ હાજરી આપી હતી.જેમાં મુકેશભાઈ ભટ્ટને સાલ ઓઢાળીને શ્રીફળ આપી બધા લોકોએ સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી

(5:57 pm IST)