સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

જેતપુરમાં વધુ એક પેઢીએ લાખોનું ફુલેકું ફેરવ્યુંની ચર્ચા

રાજકોટના એક શખસે હોલસેલની એજન્સી પેઢી ચાલુ કરી વેપારીઓ પાસેથી માલ લઈ તેને ચેક આપેલ: બે ત્રણ દિવસથી પેઢીને તાળા

 જેતપુર :શહેરમાં અવાર નવાર પેઢીઓ લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને તાળા મારી દે છે અને લોકો ભોગવે છે. આવો બનાવ ફરી શહેરમાં બનવા પામ્યો હોવાની ચર્ચા જાગી છે.

 અત્રેના જૂના સ્ટેશન રોડ ઉપર રાજકોટના એક શખસે હોલસેલની એજન્સી પેઢી ચાલુ કરી વેપારીઓ પાસેથી માલ લઈ તેને ચેક આપેલ. બે ત્રણ દિવસથી પેઢીને તાળા લાગી ગયા તેનો મોબાઈલ બંધ આવતો હોય  લાખોનો ચૂનો લાગી ગયો હોવાની ચર્ચા શહેરમાં જાગી છે. એવું પણ જાણવા મળેલ કે તેને જી.એસ.ટી. નંબર લીધેલ તે ખોટા હતા.

    જે વેપારી છેતરાયા છે તેના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે ત્યારબાદ રૂપિયાનો ફિગર બહાર આવસે. તેવું જાણવા મળેલ છે.

(5:49 pm IST)