સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

આરોપીઓની આગવી ઢબે સરભરા ....એસપીનો ચાર્જ આઇ.બી.ના વિશાલ વાઘેલાએ સંભાળ્યો

ક્રિકેટ સટ્ટાના નેટ વર્કની સોશ્યલ મીડિયામાં માહિતિ મૂકનાર યુવાનનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી જાહેરમાં સરઘસ કાઢવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા : તાબડતોબ ખંભાળિયા પોહચનાર ડીઆઇજી સંદીપસિંહ દ્વારા આકરા પગલાંઓ..મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા દેવભૂમિ દ્વારકાના રજા પર ગયેલ એસપીના ચાર્જમાં ધરખમ ફેર ફાર. જિલ્લા એલસીબીને તપાસ સુપરત રેન્જ વડા જાતે જ સુપરવિઝન સંભાળશે... ચકચારી મામલામાં એકશનનુ રી એકશન

રાજકોટ તા.૨ :  લાખો ભાવિકોની આસ્થાના પ્રતીક સમા દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ક્રિકેટ સટ્ટાની માહિતી સોશ્યલ મીડિયામાં માહિતી મૂકનાર ચંદુભાઈ રૂડા નામના યુવાનને માથાભારે શખ્સો દ્વારા અપહરણ કરી માર મારી નિવસ્ત્ર કરી જાહેરમાં ફેરવવાની ઘટનાના ગંભીર પડઘો પાડ્યો છે. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ ડીઆઇજી સંદીપસિંહ ખંભાળિયા પહોંચી આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરવા સાથે કાયદાનું ભાન કરાવ્યું હતું.

બનવાની ગંભીરતા સમજી સમગ્ર મામલાની તપાસ જિલ્લા એ ક્રાઇમ બ્રાંચને સુપરત કરવા સાથે સુપરવિઝન ડીઆઇજી  દ્વારા પોતાની પાસેજ રાખવામાં આવ્યું છે. 

 દરમિયાન જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી રજા પર હોવાથી ડીવાયએસપીને ચાર્જ અપાયેલ તેમાં મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ફેરફાર કરી એસપી.નો ચાર્જ ગુપ્તચર વિભાગના એસપી વિશાલ વાઘેલાને સુપરત થતાં તેવો દ્વારા ચાર્જ લઈ લીધાની બાબતને ડીઆઇજી સંદીપસિંહ દ્વારા સમર્થન 'અકિલા'ને અપાયું છે 

સંદીપસિંહ 'અકિલા' સાથેની વાતચીતમાં આરોપીઓ ભોજાણી બંધુઓ દ્વારા ફરિયાદી ચંદુ અરજણભાઇ દ્વારા શારદા સિનેમા પાસેથી તેમનું અપહરણ કરી મારમારી નિવસ્ત્ર કરી સરઘસ રૂપે ફેરવ્યાની ફરિયાદની જાણ થતા તેવો સાંજે ખંભાળિયા પહોંચી જઇ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. જિલ્લા એલસીબી આગળની તપાસ સુપરત કરી તપાસની તમામ વિગતોથી પોતાને જાણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.  દરમિયાન ઘટનાની જાણ થતાં તત્કાલીન ઈન ચાર્જ શ્રી હીરેદ્વ ચોધરી દેવભૂમિ દ્વારકાના સુરક્ષા વ્યવસ્થાના સુકાની સમીર સારડા ઈન ચાર્જ પીઆઇ સી.બી.જાડેજા ટીમ દ્વારા ઠેર ઠેર દરોડાઓ પાડી આરોપીઓ સુધી પહોંચી જઈ કાયદો હાથમાં લેવાનું શું પરિણામ આવે તેની સારી રીતે સમજ આપી હતી.

(2:41 pm IST)