સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

દૂધરેજ વડવાળા મંદિરના મહંત ઉપર ખૂની હુમલો

જમીન બાબતે હુમલો હોવાની આશંકાઃ મહંતઃ હોસ્પિટલમાં માલધારી સમાજમાં રોષ

વઢવાણ, તા.૨: દુધરેજ ગામમાં આવેલ વડવાળા મંદિર માં રહેતા મહંત ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહંત ઉપર હુમલો થવાનો બનાવ સામે આવવા પામ્યો છે ત્યારે મહંત શ્રી ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ આવેલ દુધરેજ મંદિરમાં જમીનનો વહીવટ સંભાળી રહ્યા છે ત્યારે દુધરેજ વડવાળા મંદિર માં ગૌશાળા હોવાના કારણે દ્યણી જમીનો સુરેન્દ્રનગર વડવાળા મંદિર ના પાસે છે ત્યારે આ સમગ્ર જમીન નો વહીવટ મહંત શ્રી ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ કરી રહ્યા છે.

દુધરેજ ચમારજ રોડ ઉપર પણ દુધરેજ વડવાળા મંદિર ની જગ્યા અને જમીન આવેલી છે ત્યારે દુધરેજ સમાજ રોડ ઉપર આવેલી દુધરેજ વડવાળા મંદિર ની જગ્યા માં મહંત શ્રી ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ આ જમીન ની મુલાકાતે ગયા હતા અને આ જમીનના વહિવટ માટે દુધરેજ ચમારજ રોડ ઉપર આવેલ દુધરેજ વડવાળા મંદિરની જગ્યા મા આ મહંત ગયા હતા.

તે અરસામાં આ જમીન ની મુલાકાત દરમ્યાન અને આ જમીન નો વહીવટ કરતા હતા તે સમયે મહંત શ્રી ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ ઉપર ખૂની હુમલો અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ મહંત શ્રી જીણા રામ દાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ ઉપર મોઢાના ભાગ ઉપર અત્યારના ઈરાદે બોથડ પદાર્થના દ્યા ઝીંકી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી આ શખ્સ હાલમાં છૂટ્યો છે.

હુમલાની જાણ આજુબાજુની જમીનદારોને તાત્કાલિકપણે આજુબાજુના જમીનદારો દ્વારા ઇજાગ્રસ્ત મહંત શ્રી ઝીણા રામદાસ ગુરુ શ્રી કલ્યાણ દાસજી મહારાજ ને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતની ફરિયાદ સુરેન્દ્રનગર જિલ્લા સિટી પોલીસ મથકમાં સાધુ મુકુંદ રામજી ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ દ્વારા નોંધાવવામાં આવી છે મહંત ઉપર ખૂની હુમલો કરનાર શખ્સને ઝડપી લેવાની તાજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખૂની હુમલાના બનાવો અને કલમ ૩૦૭ ના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં આ બાબતનો સામે આવવા પામ્યો છે.

વડવાળા મંદિરના મહંત ઉપર આ ખૂની હુમલો થતાં સમગ્ર ગુજરાત માલધારી સમાજમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

(2:40 pm IST)