સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

જુનાગઢમાં ગિરનાર પર્વતના ૮૦માં પગથિયે દુકાનનાં પ્રશ્ને મહિલા પર પાંચ શખ્સોનો હુમલો

પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાં જતાં ત્યાં પણ ગાળો કાઢી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર : જુનાગઢમાં ગિરનાર પર્વતના ૮૦મા પગથિયે દુકાનનાં પ્રશ્ને મહિલા પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. જે અંગે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જતાં  ત્યાં પણ હુમલાખોર દંપતીએ મહિલાને ગાળો આપી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢમાં ગિરનાર દરમિયાન પાસે રહેતા હંસાબેન દેવજીભાઇ સાબરીયા (ઉ.વ.૪૦)ની ભવનાથ ગિરનાર પર્વતનાં ૮૦ પગથિયે દુકાન આવેલ છે.

આ દુકાનની બાજુમાં હંસાબેન તેમની દુકાનની બાજુમાં પોતાની પુત્રી મોનિકા માટે બીજી દુકાન બનાવતાં  હોય જેનુ઼ મનદુઃખ રાખીને ગઇકાલે અક્ષય ઉર્ફે નયન રમેશ બાવળીયા મયક રમેશ, રાજુ ઉર્ફે લાલો નારણ બાવરીયા, રમેશભાઇ વિરજીભાઇ બાવરીયા અને તેની પત્ની જોશનાબેન રમેશે લાકડીઓ વડે હુમલો કર્યોહ તો.

જેમાં હંસાબેને વગેરેને ઇજા  થઇ હતી. આ બનાવ અંગે હંસાબેન ફરિયાદ કરવા ભવનાથ પોલીસ સ્ટેશન પર જતાં ત્યાં જઇને રમેશ બાવરીયા અને જોશનાએ ર મહિલાને ગાળો કાઢી હતી.

આ અંગે પીએસએસઆઇ એન.કે. વાજાએ મહિલાની ફરિયાદ લઇને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સામા પક્ષે અક્ષય ઉર્ફે નયન રમેશભાઇ બાવરીયાએ હંસાબેન દેવજી, દેવજી ઉર્ફે દિલીપભાઇ નારણભાઇ સાવલીયા, મોનિકા દિલીપભાઇ અને દિલીપ દેવાભાઇ સામે બાજુ બાજુમાં દુકાન હોવાને લઇ લાકડીથી માર માર્યાની ફરીયાદ કરતાં ભવનાથ પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(1:01 pm IST)