સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

ખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

૧૩૯,૩૩ ગ્રામ ગાંજો કબ્જેઃ જામનગરના શખ્સની શોધખોળ

ખંભાળિયા તા.ર : ગુલાબનગર ટેકરી વિસ્તારમાં રહેતા શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે ૧૩૯,૩૩, ગ્રામ ગાંજા સાથે શખ્સને ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં જામનગરના વોરાના હજીરા પાસેર હેતાં હનીફ ઉર્ફે લંગડાનું નામ ખુલતા પોલીસે બંન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ ખંભાળિાયના ગુલાબનગર ટેકરી વિસ્તારમાં રહેતો હમીદ ઉર્ફે જીણો જુસબ રૂપીયા (ઉ.વ.૩ર) નામનો શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ગાંજો  વેચતો હોવાની બાતમીના આધારે ખંભાળિયા પોલીસે દરોડો પાડતાં મકાનમાંથી ૧૩૯.૩૩ ગ્રામ ગાંજાનો જથ્થો  કિ. રૂ.૧૩૯૩નો મળી આવતાં પોલીસે શખ્સને ઝડપી લઇ મોબાઇલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા શખ્સને પુછપરછમાં ગાંજાનો જથ્થો  જામનગરનાં વ્હોરાના હજીરા પાસે રહેતો હનીફ શેખ ઉર્ફે લગડાનું નામ આપતાં પોલીસે બંન્ને વિરૂધ્ધ ગુનો નોંધી હનીફની શોધખોળ હાથ ધરી છે.

(12:59 pm IST)