સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

પોલીસી, લક્કી ડ્રો સહિતની લોભામણી વાત કરી જામનગરના શખ્સ સાથે છ લાખની ઠગાઇ કરી

જામનગર, તા.૨: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કિરીટભાઈ રણછોડભાઈ માંડલિયાએ ફરીયાદ નોંધાવી છે કે, સને ર૦૧૪ થી સને ર૦૧૮ સુધીમાં સમયગાળા દરમ્યાન અલગ અલગ સમયે દિ.પ્લોટ–પ૮, ધાણીની સામે, જામનગરમાં ફરીયાદી કિરીટીભાઈને આરોપીઓ જૈમીન પ્રદીપકુમાર ડાયમેકર જેઓએ પોતાની ઓળખ આર.કે.પટેલ તરીકે આપેલ, ચાર્મીબેન ડાયમેકર, અશોકકુમાર શર્મા, માનસીબેન આર.પરીખ, રાજેશભાઈ એમ પરીખ, અજયકુમાર શર્મા, અખીલેશ કુમાર, રીન્કુ રાઠોડ, હર્ષિત સુરાણી, જયનંદન એચ. રાય, રે. અમદાવાદવાળાઓએ પોલીસીના નામે તેમજ કંપનીના પોલીસી ધારક તરીકે લકકી ડ્રોમાં નામ ખુલેલ છે અને કંપની દ્વારા ઓડીકાર તથા બી.એમ.ડબલ્યુકાર તથા જુગઆર આમ ત્રણ ગાડીઓ અલગ અલગ સમયે ફરીયાદી કિરીટભાઈને લાગેલ છે તેવી લોભામણી વાતો કરી અને ફરીયાદી કિરીટભાઈ પાસેથી અલગ અલગ સમયે ટુકડે ટુકડે રૂ.૪,ર૩,૧૦૦/– રૂપિયા આંગડીયા દ્વારા તેમજ ઓગ અલગ બેંક એકાઉન્ટમાં ફરીયાદી કિરીટભાઈ પાસેથી ટ્રાન્સફર કરાવડાવી તેમજ આરોપી અશોકકુમાર શર્મા એ રૂ.૧,૭૪,૦૦૦/– ફરીયાદી કિરીટભાઈ પાસેથી પોલીસી ના નામે લોભામણી વાતો કરી પોલીસીના નામે રોકડા રૂપિયા લઈ જઈ આરોપીઓએ એકબીજા સાથે મીલાપી કરી ફરીયાદી કિરીટભાઈ સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ફરીયાદી કિરીટભાઈ પાસેથી કુલ રૂ.પ,૯૭,૧૦૦/– જેવી માતબાર રકમ  છળકપટથી મેળવી લઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, આશાપુરા ચોકડી પાસે, તળાવની પાળ, જામનગરમાં નવીન રમેશભાઈ કટારમલ,  રે. જામનગરવાળો પોતાના કબ્જામાં બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

પાણી ઢોળવા બાબતે છરી વડે હુમલો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હશીનાબેન સલીમભાઈ અબ્દુલાભાઈ સંઘાર એ ફરીયાદ નોંધાવી છે કે, ભીમવાસ શેરી નં.ર, જુના રેલ્વે સ્ટેશન સામે, ફરીયાદી હશીનાબેનના ઘર પાસે બાજુમાં રહેતા આરોપી જુનુશભાઈ તથા તેના ઘરના બીજા સભ્યો સાથે ઘર પાસે રોડ પર પાણી ઢોળવા બાબતે ફરીયાદી હશીનાબેનને બોલચાલી થતા આરોપી જુનુશભાઈ અબ્બાસ સંઘારના દિકરા અબ્બાસે ઉશ્કેરાઈ જઈ ફરીયાદી હશીનાબેનને છરી વડે

મોઢા પર જમણા ગાલ નીચે હોઠ પાસે ઈજા કરેલ હોય અને તેના મમ્મી શખીનાબેનએ ફરીયાદી હશીનાબેનના મમ્મી ઉલશમબેનને ઢીકાપાટુનો માર મારેલ તથા તેના પિતા આરોપી જુનુશભાઈએ  ફરીયાદી હશીનાબેનન સાથે બોલાચાલી ઝઘડા તથા ગાળા ગાળી કરી એકબીજાની મદદગારી કરી જાહેરનામાનો ગુનો કરેલ છે.

(12:58 pm IST)