સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

પોરબંદરમાં પોલીસના પુત્રની કારમાંથી ૩૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨ :. સુદામા ચોકમાં પાર્ક કરેલી કારનું પોલીસે ચેકીંગ કરતા ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ કિં. રૂ. ૧૩૫૦૦ની મળી આવેલ અને આ કાર પોલીસના પુત્ર હાર્દિક લક્ષ્મણભાઈ ઓડેદરા રે. પોલીસ હેડ કવાટર્સવાળાની હોવાનું તપાસમાં ખુલ્યુ હતું.

સુદામા ચોકમાં પાર્ક કરેલી ટોયેટા કાર (જીજે ૧ ટીવાય ૦૦૨૪)નું પોલીસે બાતમીના આધારે ચેકીંગ કરતા આ કારમાંથી પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ કિં. રૂ. ૧૩૫૦૦ની મળી આવેલ હતી. આ કાર પોલીસના પુત્ર હાર્દિક લક્ષ્મણભાઈ ઓડેદરાની હોવાનું ખૂલતા પોલીસે તેમની સામે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે.

ટોયેટો કારના ચેકીંગ સમયે બીજો આરોપી વિરલ ઉર્ફે જલારામ રાયચુરા હાજર નહી આવતા પોલીસે તે ફરાર આરોપી સામે પણ દારૂ અંગે ગુન્હો નોંધ્યો છે. પોલીસે દારૂ અને દોઢ લાખની કાર સહિત કુલ ૧૬૩૫૦૦નો મુદામાલ જપ્ત કરેલ છે.

(12:56 pm IST)