સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

કાલે ભાવનગરમાં ૮૮ વર્ષ બાદ નવનિર્મિત કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનું લોકાર્પણ : ઓનલાઇન વિશિષ્ટ પ્રદર્શન

ભાવનગર તા. ૨ : શહેરમાં ૧૯૩૨માં બનેલી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં કાલે ગુરૂવારે ૯ કલાકે લોકાર્પણ અને વિશિષ્ટ પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન ઓનલાઈન યોજાશે.

ભાવનગર શહેરમાં આઝાદી પહેલા વર્ષ ૧૯૩૨માં ૬ જાન્યુઆરીના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના થયેલ જે અઠ્યાસી વર્ષ બાદ આજે લોકડાઉન દરમિયાન નવનિર્મિત ભવન અને નવા વિભાગનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ૧૯૩૨ ૬ જાન્યુઆરી ના દિવસે આ અંધ ઉદ્યોગ શાળા બનાવવામાં આવી હતી જે ઘણા વર્ષો ચાલ્યા બાદ ૧૯૭૫થી ૧૯૯૯ સુધી આ અંધ ઉદ્યોગ શાળાની આર્થિક સ્થિતિ અને અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું હતું અને એવા સંજોગો ઊભા થયેલા કે ટ્રસ્ટીઓ દ્વારા આ અંધ ઉદ્યોગ શાળા બંધ કરી દેવા ગંભીર વિચારણા ચાલી રહી હતી તે સમય દરમ્યાન એક નવયુવાન જે બંને આંખે બ્લાઇન્ડ હોવા છતાં કંઇ કરી છુટવાની તમન્ના સાથે આ અંધ ઉદ્યોગ શાળાનું સુકાન ૧૯૯૯માં લાભુભાઇ ટપુભાઇ સોનાની ને સોંપવામાં આવેલ હતું ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે આ શાળાની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ છે અને કર્મચારીઓને રાખી શકાય તેવી પરિસ્થિતિ નથી છાત્રાલયમાં અંધ બાળકોનો ખર્ચ ઉઠાવો પણ પોસાય તેમ નથી ત્યારે આ લાભુભાઈ સોણીએ ટ્રસ્ટીઓને એટલું જ કહ્યું હતું કે હું ભલે બંને આંખે અંધ છું પણ મારી ભાવના અને તમન્ના આકાશને આંબવાની છે માટી માંથી સોનું કેમ કાઢવું તે મને ખબર છે એટલું કહી ૧૯૯૯માં લાભુભાઇ સોનાણી યે આ કૃષ્ણકુમાર સિંહજી અંધજન શાળા નું સુકાન સંભાળી લીધું અનેક કપરી કસોટીઓ આવી અનેક ધાંધલ-ધમાલ થયા છતાં લાભુભાઈ જરાપણ ડગ્યા વગર આ શાળાનું સુકાન સંભાળી રાખ્યું આજે ૨૧ વર્ષના ગાળામાં ગુજરાત જ નહીં પણ દેશની પ્રથમ હરોળમાં આ અંધ ઉદ્યોગ શાળા ને લાવીને મૂકી છે.

આ શાળા અત્યારે અદભુત જોવાલાયક સ્થળોમાં આવી ગયેલ છે ધોરણ ૧૦માં છેલ્લા ૨૨ વર્ષથી સો ટકા પરિણામ લાવે છે ધોરણ-૧૨માં નવ વર્ષથી સો ટકા પરિણામ આવે છે આ શાળામાં કોમ્પ્યુટર લેબોરેટરી આઈટીઆઈ કોમ્પ્યુટર કલાસ પ્રજ્ઞાચક્ષુ સમજી શકે તેવા સ્પર્શ સાધનો ગૃહ ઉદ્યોગો સીવણ કલાસ તાલીમ કેન્દ્ર સ્વચ્છતા અભિયાનમાં સમગ્ર શાળાને પુરસ્કાર.૧૧૦૦૦ માધ્યમિક શાળાઓ માં બીજા સ્થાને ચાર લાખનો પુરસ્કાર બાળકો ને મોબાઈલ અને નેટ ડેટા ફ્રી મા આપવા બ્રેઇલ પ્રેસ રેકોર્ડિંગ સ્ટુડિયો હોમ સાયન્સ સેન્ટર વગેરે અનેક વિભાગો થી ધમધમતી આ અંધ ઉદ્યોગ શાળાનો લોકાર્પણ અને વિશિષ્ટ પ્રદર્શનનો કાર્યક્રમ યોજી રહી છે.

આ કાર્યક્રમ રાજવી પરિવારના યુવરાજ સાહેબ શ્રી જયવીર રાજસિંહ ગોહિલના હસ્તે કરવામાં આવશે જયારે સાંજે ૭ કલાકે એવોર્ડ વિતરણ અને વિશિષ્ટ મંતવ્ય માળા ઓનલાઇન યુ-ટયૂબ અને ફેસબુક દ્વારા આ કાર્યક્રમ લાઈવ પ્રોગ્રામ યોજાશે આ કાર્યક્રમ માં ભાવનગર સહિત ગુજરાતના તમામ લોકોને આ લાઈવ પ્રોગ્રામ જોવા શ્રી કૃષ્ણકુમારસિંહજી શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણી મહેશભાઈ પાઠક, કિર્તીભાઈ શાહ દ્વારા આમંત્રણ છે અને આ સંસ્થાની મુલાકાત લેવા અને બ્લાઇન્ડ બાળકો દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓ નિહાળે તેવી અપીલ છે.

(11:33 am IST)