સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

વાંકાનેર પાલિકાની ચૂંટણી થોડા દિવસોમાં યોજાશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.ર : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી આગામી થોડા સમયમાં યોજાશે. ર૦૧પમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને ર૩ સીટ મળેલ અને બીએસપીને ૪ ચારમાં કોંગ્રેસને ૧ એક બેઠક મળી હતી. હવે વાંકાનેરમાં સમીકરણો બદલાતા ભાજપ બે જુથ આગામી નગર પાલિકાની ચૂંટણી પોત પોતાના ઉમેદવાર ઉભા રાખીને ચૂંટણી જીતવા પ્રયાસો કરી રહ્યા હતા. હાલની સભ્યોની મુદત તા.૧૧-૧ર-ર૦ના પૂરી થાય છે.

ત્યારે ર૩ ભાજપના સભ્યોમાં ર૦ સભ્યોને નારાજ કરીને ઇન્ચાર્જ પ્રમુખ સિવાઇના રોડ રસ્તાના કામો ન થતા મતદારોમાં રોષ જોવા મળે છે ત્યારે બાકી રહેતા સભ્યો પણ પોતાના વિસ્તાર શેરી ગલીમાં પથ્થરો ઉડતા હોય જેમાં મતદારો પણ ત્રાસી ગયા છે ત્યારે તુરત વહીવટદાર નીમવા મોટા ભાગના લોકોએ માંગ કરી છે.

(11:30 am IST)