સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

સ્વચ્છતા અભિયાનના ઠાઠ વચ્ચે ઢીંચડાનું તળાવ બન્યું ડમ્પિંગ પોંઇટ

જામનગર૨૦૧૪ એટલે કે છ વર્ષ થયા ભારતભરમાં સ્વચ્છ ભારત અભિયાન અને તેના કાર્યક્રમો જાહેરાતો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ સ્થાનિક વહિવટી તંત્રના કારણે એળે જઇ રહયો છે અને તમામ કાર્યક્રમો કારસરૂપ બની રહયા હોય તેવો ભાસ થાય છે. જામનગરની ભાગોળે દરિયાઇ ખાડો નજીક મીઠા પાણીના તળાવ એવા ઢીંચડાના તળાવમાં છેલ્લા બે વર્ષ થયા ગંદકી અને કચરો ઠલવાતો રહે છે. આ અંગે ઢીંચડા ગામ તથા પયવિરણપ્રમીઓની અનેક રજુઆતો પછી કોઇ કાર્યવાઢી થતી નથી...એક સતાવાર જાણકારી મુજબ ડિફેન્સ વિસ્તારમાંથી કચરો ઉપાડનાર કોન્ટ્રાકટર દ્વારા આ કચરો મહાનગરપાલિકાના નિયત ડમ્પિંગ પોંઇટ પર કચરાનો નિકાલ ન કરી રાત્રીના સમયે આ મીઠા પાણીના તળાવમાં કચરો ઠાલવી રહયા છે..અને આ કચરો અહીંથી ભરવા માટે મહાનગરપાલિકાના વોડ નં-૨ની કચરા ગાડોઓ પણ આવે છે.. કારણકે શહેરી વિસ્તારો કે સીમ વિસ્તારોમાં કચરો શેરી-ગલીઓ પર ભરવા જવું પડે જયારે અહીં વગર મહેનતે અને મફતમાં કચરો મળી રહે છે. ખરેખર ડિફેન્સમાં થી નિકળતો કચરો તેના કોન્ટ્રાકટર દ્વારા મનપા ના નિયત સ્થળે જ નિકાલ કરવાનો હો પરંતું  સાંઠગાંઠ હોવાની શકયતા જણાય રહો છે.ઢીંચડાનું આ તળાવ સ્થાનિક અને યાયાવાર પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે અહીં અનેક પ્રકારના પક્ષીઓ વિશાળ સંખ્યામાં આવે છે અને હાલમાં પણ છે. ત્યારે મહાનગરપાલિકા આ ગેરકાયદે ડમ્પિંગ પોંઇટ બંધ કરાવી અહિં ગેરકાનની રીતે ગંદકી ઠાલવતા પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠો છે... (તસ્વીરઃ-વિશ્વાસ ઠકકર, જામનગર)

(11:29 am IST)