સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત

નલીયા-૧પ.૧, રાજકોટમાં ૧૬.ર ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો આજે પણ યથાવત છે. આજે નલીયામાં ૧પ.૧ ડિગ્રી રાજકોટમાં ૧૬.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રના હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો હોય તેમ શિયાળાની સિઝનમાં ઉનાળા જેવો અનુભવ થઇ રહ્યો છ.ે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઠંડી ગાયબ થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના પાંચ શહેરોમાં તાપમાને ર૦ ડિગ્રીને પાર થઇ ગયું છે. ઓણ સાલ ઠંડીની મોડી શરૂઆત થયા બાદ છેલ્લા એક પખવાડીયાથી શિયાળાએ રફતાર પકડી, હતી ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડુ આકાર લેતા ઠંડીને અચાનક બ્રેક લાગી ગઇ છે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની અસરથી સૌરાષ્ટ્રરમાં ટાઢોડુ છવાયું હતું પરંતુ વાઝાઝોડાના કારણે હવામાનમાં ફેરબદલ થતા ફરી ઉનાળા જેવો અનુભવ થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે પણ સામાન્ય વધઘટ સાથે તાપમાનનો પારો યથા સ્થિતિમાં જળવાયો હતો. કાલે શહેરનું લઘુતમ તાપમાન ૧૯.૦ ડીગ્રી નોંધાયું હતું. પ્રતિ કલાક ,વનની ઝડપ ૧૦ કિ.મી.રહેવા પામી હતી. અને હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા રહેવા પામેલ ૧૯ ડિગ્રી સુધી પારો ઉંચે ચડતા બપોરના સમયે ગરમીથી લોકો અકળાયા હતા.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

અમદાવાદ

૧૭.૪

ડિગ્રી

ડીસા

૧પ.૬

ડિગ્રી

વડોદરા

૧૭.૮

ડિગ્રી

સૂરત

ર૦.૬

ડિગ્રી

રાજકોટ

૧૬.ર

ડિગ્રી

કેશોદ

૧૭.૩

ડિગ્રી

ભાવનગર

૧૮.૬

ડિગ્રી

પોરબંદર

૧૮.૮

ડિગ્રી

વેરાવળ

રર.૧

ડિગ્રી

દ્વારકા

ર૧.૦

ડિગ્રી

ઓખા

ર૧.૮

ડિગ્રી

ભુજ

૧૮.૦

ડિગ્રી

નલીયા

૧પ.૧

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૮.ર

ડિગ્રી

ન્યુકંડલા

૧૮.૦

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૬.૪

ડિગ્રી

ગાંધીનગર

૧૪.૦

ડિગ્રી

મહુવા

૧૮.૧

ડિગ્રી

દિવ

૧૯.૬

ડિગ્રી

વલસાડ

૧૩.૦

ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૮.૦

ડિગ્રી

(11:25 am IST)