સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

સુરેન્દ્રનગરમાં કાળ ચક્રઃ એક જ દિ'માં ૧૦ લોકોનો ભોગ લેતો કોરોના

૧૨ પોઝિટિવ કેસો નોંધાયા : સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે લાંબો લાઇન લાગી : ઇલેકટ્રીક ભઠ્ઠીમાં ૨૪ કલાક કાર્યવાહી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ચીંતાજનક રીતે વધી રહ્યું છે જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે જેમાં દિવાળીના તહેવારો બાદ સતત કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને દરરોજ સરેરાશ અંદાજે ૨૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે બીજી બાજુ કોરોનાથી જિલ્લામાં મોતનો આંક પણ ચીંતાજનક રીતે વધી રહ્યો છે.

જેમાં દરરોજ સરેરાશ ત્રણ થી વધુ વ્યકિતના કોરોનાથી મોત થઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં ગઇકાલે એક જ દિવસમાં ૧૦ વ્યકિતના કોરોનાથી મોત નીપજયાં હતાં જેમાં (૧) ૭૨ વર્ષ પુરૂષ, સુરેન્દ્રનગર, (૨) ૬૨ વર્ષ પુરૂષ, સુરેન્દ્રનગર, (૩) ૫૫ વર્ષ પુરૂષ, લીંબડી, (૪) ૭૩ વર્ષ પુરૂષ, ઝીંઝુવાડા, (૫) પાટડી, ૮૦ વર્ષ  સ્ત્રી, વઢવાણ, (૬) ૮૫ વર્ષ પુરૂષ, અખીયાણા, તા.પાટડી, (૭) ૬૮ વર્ષ  સ્ત્રી, ધ્રાંગધ્રા, (૮) ૬૫ વર્ષ પુરૂષ, ધ્રાંગધ્રા, (૯) ૮૫ વર્ષ પુરૂષ, સુરેન્દ્રનગર અને અન્ય એક દર્દી વાળાનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકોની સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે એક જ દિવસમાં ૯ વ્યકિતના મોત નીપજતાં લોકોમાં કોરોના પ્રત્યે ડર જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમુખો બનતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ના કારણે સતત કોરોના પોઝિટિવ દર્દીઓના મોત ની રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે હાલમાં ચિંતાની બાબત બની ચૂકી છે.

અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ના કારણે ૨૦૪ લોકોના મોતની ચૂકયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ની સારવાર લઈ રહેલા અલગ અલગ હોસ્પિટલમાં રોજના ૧૦ જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત નિપજતા હોવાની ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી થવા પામી છે ત્યારે હાલમાં તો જિલ્લા પ્રશાસન વિભાગે અથવા આરોગ્ય વિભાગ આ બાબતે મૌન સેવી રહ્યું છે કોરોના બાબતની કોઈ પણ જાતની માહિતી જિલ્લાની જનતાને આપવા માટે હાલમાં જિલ્લા પ્રશાસન વિભાગે અથવા આરોગ્ય વિભાગ કોઈપણ પ્રકારે તૈયાર નથી.  કોરોના પોઝિટિવ કેસો પણ ગુજરાત રાજય આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ અને આરોગ્ય વિભાગને કોરોનાના કેટલા પોઝિટિવ આવ્યા તેની પણ કોઈપણ જાતની વિગતો મળી રહી નથી ત્યારે જિલ્લાની જનતા સમક્ષ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાલમાં કોરોનાના પ્રશ્નોના પ્રત્યુત્ત્।ર આપવા માટે અસમર્થ નીવડી મળી રહ્યા છે. ત્યારે કોરોનાના શરૂઆતી તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી પણ જિલ્લાની જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા કેટલા લોકો સાજા થયા કેટલા દર્દીઓના મોત થયા તે વિવિધ માહિતી આપતા તેમને પણ હાલમાં આ માહિતી આપવાની બંધ કરી દીધી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમુખો બનતો જઈ રહ્યો છે અને જિલ્લામાં કોરોના ના કારણે ટપોટપ દર્દીઓના મોત થઈ રહ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય સમશાનઙ્ગ ખાતે સરકારી ગાઈડલાઈન મુજબ મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ના કારણે ૧૦ જેટલા દર્દીઓના મોત નીપજયા છે ત્યારે હાલમાં તમામ દર્દીઓને સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય સમશાન ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સમશાનમાં માત્ર એક જ ઈલેકટ્રીક ભરતી હોવાના કારણે ૨૪ કલાક મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.

(11:24 am IST)