સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

જામનગરના વાલસુરામાં નેવી વિકની શાન દાર ઉજવણી

જામનગરઃ વાલસુરામાં નેવી વિકની ઉજવણીની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. INS વાલસુરા ખાતે ખાસ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નેવીના ઉચ્ચ અધિકારીઓ અને ખાસ આમંત્રિતો માટે આયોજન કરાયું છે. કોરોનાની સ્થિતિને લઈને ખાસ કિસ્સામાં અનેક કાર્યક્રમો રદ કરાયા છે. INS વલસૂરાના કમાન્ડિંગ ઓફિસર અજય પટ્ટણી, સિનિયર એજયુકેશન ઓફિસર કમાન્ડન્ટ કે.શ્રીનિવાસન સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણીૅ,  તસવીર-કિંજલ કારસરીયા, જામનગર)(૨૨.૨૩)

(11:28 am IST)