સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd December 2017

'ઓખી' વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

પોરબંદરમાં વાદળછાંયુ વાતાવરણ

રાજકોટ તા.ર : 'ઓખી' વાવાઝોડુ ગુજરાત તરફ આવી રહ્યુ છે ત્યારે તેની અસરરૂપે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર ઋુતુનો અનુભવ થઇ રહ્યો છે અને ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયેલુ છે.

પોરબંદરનો અહેવાલ

 દક્ષિણનું વાવાઝોડુ  પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા સુધી પહોંચી જાય તેવી સંભાવનાના પગલે સ્થાનીક હવામાન ખાતું તથા કંટ્રોલ રૂમ દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા સુચના આપવામાં આવી છે. આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ છે.

માછીમારોને તા. પ અને ૬ સુધી દરિયો ખેડવાનું જોખમ નહીં લેવા સુચના અપાઇ છે. શહેરમાં ભેજ ઘટી ગયો છે. માધવજી મામાના જણાવ્યા મુજબ દરીયામાં દબાણ વધ્યુ છે. ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૩ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧૭ સે.ગ્રે. ખંભાળા જળાશય સપાટી ૧પ,૮ ફુટ, ફોદારા જળાશય ૩૦.૭ ફુટ બન્નેના ૧-૧ ઇંચ પાણીનો ઘટાડો નોંધાયો છે. હવાનું દબાણ ૧૦૧૩,૦૭ -એચ. પી. એ. સૂર્યોદય ૭.૧૩ તથા સુર્યાસ્ત ૬.૦૮ મીનીટે.

(5:27 pm IST)