સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd December 2017

અખિલેશ યાદવની મંગળવારે જામજોધપુર-લાલપુરમાં જાહેરસભા

રાજકોટમાં સોમવારે બપોરે આગમન - રાત્રી રોકાણ

જામજોધપુર, તા., રઃ જામજોધપુરમાં સમાજવાદી પાર્ટીના હોદેદારોએ પત્રકાર પરીષદ સંબોધીને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉતરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તા.૪ ને સોમવારે રાજકોટની મુલાકાત લેશે અને રાત્રી રોકાણ કરશે ત્યાર બાદ મંગળવારે જામજોધપુર અને લાલપુરમાં જાહેરસભા સંબોધશે.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચુંટણી પ્રચારમાં પોતાની ફૌજ સાથે આવતા હોય તેમાં સમાજવાદી પાર્ટી પણ ગુજરાતમાં પોતાની પ સીટ પર લડી રહેલ ઉમેદવારી માટે ઉતરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી તેમજ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાની સાથે ઉતરપ્રદેશના દિગ્ગજ નેતાઓ સાથે ગુજરાતમાં ચુંટણી પ્રવાસે આવી રહયા છે તેમ ગુજરાત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ સુરેન્દ્રસિંહ યાદવ નવા પ્રમુખ અબુબકર મહેબુબભાઇએ પત્રકારોને જામજોધપુર માહીતી આપતા જણાવે છે તેમના જણાવ્યા પ્રમાણે અખિલેશ યાદવ તા. પ-૧ર-ર૦૧૭ના રોજ જામજોધપુર તેમજ લાલપુરમાં જામજોધપુર બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડો. મોહનભાઇ રાબડીયાના પ્રચારાર્થે સભા સંબોધશે. તેમજ વિવિધ સમાજના આગેવાનોને મળશે. આમ જામજોધપુર લાલપુર મુકામે અખિલેશ યાદવના આગમનના સમાચારથી રાજકોટ માહોલ  ગરમાયો હોય અને રાજકોટ જંગના મંડાણ થાય તેવું લાગે છે. કેમ કે સમાજવાદી પાર્ટીમાંથી જે.ડી.મોહનભાઇ રાબડીયા ચુંટણી લડી રહયા છે તે સક્ષમ તાકાતવાર રાજકીય નેતા છે અને કડવા પાટીદાર સમાજ જ્ઞાતિમાંથી આવે છે. જયારે ભાજપમાંથી પણ સક્ષમ કડવા પાટીદાર નેતા ચુંટણી લડી રહયા છે. જયારે કોંગ્રેસ દ્વારા પણયુવા અગ્રણી કડવા પાટીદાર સમાજના નેતાને ચુંટણી મેદાનમાં ઉતારતા અહી ત્રિપાંખીયો રાજકોટ જંગ જામ્યો હોય તેવો માહોલ સજાર્યો છે. વધુમાં સુરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું છે કે અમોએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી હતી પણ થઇ શકયું નથી અને અમો ગુજરાતમાંથી સક્ષમ જીતી શકે તેવા જ પ સીટ પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અમારો હેતુ કોઇ પણ ભોગે ભાજપને હરાવવાનો છે.

 

(11:46 am IST)