સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd December 2017

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં પ્રવેશવાની મંજુરી મળીઃ ૧૭ ડીસે. સુધીની છુટ અપાઇ

હત્યા કેસમાં હાઇકોર્ટે દોષિત ઠરાવ્યા બાદ જામીન મળેલ પરંતુ ગુજરાતની હદમાં પ્રવેશબંધી લગાવાઇ હતી

ગોંડલ તા. ૨ : ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ને હત્યા કેસ માં હાઇકોર્ટ દ્વારા આજીવન કેદની સજા બાદ ગુજરાત બાહર રહેવાની શરતે મળેલ શરતી જમીન બાદ ગુજરાત પ્રવેશ અંગે કરેલ અપીલનું હાઇકોર્ટ દવારા હિયરીંગ હાથ ધરાતા તા. ૧૭ સુધી ગુજરાત પ્રવેશ અંગે મંજૂરી અપાયાનો હુકમ ફાર્મવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ પંથકમાં ૧૪ વર્ષ જુના હત્યા કેસમાં સેસન્સ કોર્ટે દ્વારા નિર્દોષ જાહેર થયેલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ રાણાને તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા દોષિત જાહેર કરી આજીવન કેદની સજા અપાઈ હતી જે અંગે તેઓ દ્વારા સુપ્રીમમાં સજાને પડકારી રેગ્યુલર જામીન અંગે અપીલ કરાતા તેમને ગુજરાત બહાર રહેવાની શરતે રેગ્યુલર જામીન અપાયા હતા.

દરમ્યાન જયરાજસિંહ જાડેજા દ્વારા ગુજરાત પ્રવેશ અંગે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરાઈ હોય જેનું હિયરીંગ હાથ ધરાતા જયરાજસિંહ જાડેજાને આગામી તા. ૧૭ ડિસેમ્બર સુધી ગુજરાત પ્રવેશ અંગે મંજૂરી આપતો ચુકાદો ન્યાયમૂર્તિ અખિલ કુરેશી તેમજ ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ દ્વારા કરાયો છે. જયરાજસિંહ જાડેજા પક્ષે એડવોકેટ એચ.વી. રાજુ, નરેન્દ્રસિંહ ઝાલા, તેમજ પ્રશાંત ખંઢેરિયા રોકાયા હતા.

(11:34 am IST)