સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd November 2020

જુનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેનપદે જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલઃ વાઇસ ચેરમેન હરેશ ગજેરા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર : જુનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલ ચુંટાય આવ્યા છે ત્યારે વાઇસ ચેરમેન તરીકે હરેશભાઇ ગજેરાની નિમણુંક થઇ છે.

જુનાગઢમાં દોલતપરા સ્થિત માર્કેટીંયાર્ડના ડિરેકટરોની તાજેતરમાં ચુંટણી યોજાય હતી જેમાં ખેડુત તથા વેપારી વિભાગ તેમજ ખરીદ વેચાણ સંઘ વિભાગમાં ભાજપના ડીરેકટરો ચુંટાય આવ્યા હતા.

દરમ્યાન આજરોજ માર્કેટીંગ યાર્ડ ખાતે યાર્ડના હોદેદરોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં યાર્ડના ચેરમેન તરીકે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલ અનેવાઇસ ચેરમેન પદે યુવા ડિરેકટર હરેશભાઇ ગજેરાની પસંદગી કરવામાં આવી હતી.

યાર્ડના નવા ચેરમેન કિરીટ પટેલને વાઇસ ચેરમેન હરેશભાઇ ગજેરાને આ તકે ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકરો વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.

(2:40 pm IST)