સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd November 2020

દ્વારકામાં ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર ભરત અસવાર ઝડપાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ : દ્વારકામાં શંકુચિત માનસ ધરાવતા શખ્સે ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતાં તેને પોલીસે ઝડપી લઇ આકરી કાર્યવાહી કરી છે.

પોલીસ સુત્રોની વિગત મુજબ દ્વારકાના શિતળા શેરીમાં રહેતો ભરત જેઠા અસવાર (ઉ.વ.પપ) નામનો પ્રૌઢ ગત રોજ રાત્રીના જુની પાલિકા પાસે બેઠેલી ગાયને અડપલા કરી હાથથી સ્પર્શ કરતો હોય જે બાદ ગાય ઉભી થતાં તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતો હોવાનું સામાજીક કાર્યકર સહિતનાઓ જોઇ જતાં તેને ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો.

પોલીસે સામાજીક કાર્યકર અતુલ ચંદ્રકાંતભાઇ દવેની ફરીયાદ પરથી પ્રૌઢ સામે ગુનો નોંધી આકરી કાર્યવાહી કરી છે.

(12:48 pm IST)