સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd October 2022

બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર થયેલા બાંધકામો દૂર કરવા આજે બીજે દિવસે પણ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે ની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવાની કામગીરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨
દેવભૂમિ દ્વારકા જીલ્લા ના બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર જે બાંધકામો થયેલા હતા તેનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે આજે બીજે દિવસે પણ ચાલુ છે.
      જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે ની આગેવાનીમાં આજે ગેરકાયદે બાંધકામ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવાની કામગીરી આજે સતત બીજા દિવસે ચાલી રહી છે.
     આ કામગીરી દરમિયાન ઓખા નગરપાલિકા, જીએમબી, પીજીવીસીએલ, મામલતદાર કચેરી,પ્રાંત અધિકારી કટેરી, વગેરે સરકારી એજન્સીઓની મદદ લેવાઈ હતી.બેટ હાલ પોલીસ છાવણીમાં તબદીલ થયેલ છે.

 

(12:05 pm IST)