સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd October 2018

વડીયાઃ જી.એસ.એફ.સી. ડેપો દ્વારા નિદર્શન સભાઓ યોજાઇ

  વડીયા : ગુજરાત સ્ટે.ફર્ટી એન્ડ કેમી.લી.ના વડીયા તથા કુંકાવાવ ખાતેના ફર્ટીલાઇઝર્સ ડેપો દ્વારા પાક નિદર્શન સભાઓ બરવાળા બાવીશી મુકામે વિનુભાઇ કુંભાણી અને ખાન ખીજડીયા મુકામે કાળુભાઇ આહીર (ગાધે) ની વાડી પર કપાસના ઉભા પાકમાં યોજવામાં આવી હતી. આ સભામાં જી.એસ.એફ.સી. એડિશનલ રીઝનલ બિઝનેસ હેડ, રાજકોટ, વી.જે.વાછાણી, સિનીયર એરિયા બિઝનેસ હેડ, જૂનાગઢ, એચ.ડી. જેઠવા, ડેપો સંચાલક કુંકાવાવ, એ.યુ.ડાભી, ગ્રામ સેવક, કુંકાવાવ (વડીયા), પોલીસીલ કંપની, એરિયા મેનેજર એગ્રોનોમિસ્ટ, વીમોક્ષ કંપનીના અધિકારી તથા ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહયા હતા. આ સભાના આયોજક વડીયા ખાતેના ડેપો ઇન્ચાર્જ એચ.ડી. જોશીએ નિદર્શન પ્લોટની સંપુર્ણ માહિતી ઉપરાંત તેમાં ઉપયોગમાં લેવાયેલ કંપનીના સેન્દ્રિય તેમજ એગ્રો ઇનપુટ ખાતરોના કપાસના પાકમાં દેખાયેલ ફાયદાકારક પરિણામો ઉપર ખેડૂતભાઇઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારબાદ અલગ-અલગ શાખાના કૃષિ નિષ્ણાંતોએ કંપનીના વિવિધ પ્રોજેકટ, એગ્રો ઇનપુટ તથા સુધારેલ બિયારણ તેમજ પાણીની અછતમાં ટપક પદ્ધતિની જરૂરીયાત વિશે માહિતી આપી હતી. અંતમાં જીએસએફસી એરિયા મેનેજરશ્રી એ ડીબીટી યોજના અંતર્ગત પીઓએસ (પોઇંટ ઓફ સેલ) મશીનની (આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ દ્વારા) રાસાયણિક ખાતરની ખરીદીમાં જરૂરીયાત પર શ્રોતાઓને માહિતગાર કર્યા બાદ ડેપો ઇન્ચાર્જશ્રીએ અધિકારીઓ તથા ખેડૂતભાઇઓને આ  સભામાં મોટી સંખ્યામાં હાજરી આપી લાભ લેવા બદલ આભારવિધિ કરી હતી તે પ્રસંગની તસ્વીર. (૧.૨)

(12:38 pm IST)