સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd October 2018

માળીયા મિયાણામાં જૂના મનદુઃખનો ખાર રાખી માનસંગભાઇ સુરેલા પર હુમલો

ભરત,સામજી,કાનજી અને મકા સામે ફરિયાદ

મોરબી તા.૨: માળિયામાં અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો અને તેને માર મારી ઇજા પહોંચાડયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

માળિયાના વવાણીયા ગામે રહેતા માનસંગભાઇ માધવભાઇ સુરેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત કાનજી,સામજી ભુજા, કાનજી ભુજા અને મકા કાનજી અગેચણીયા (રહે વવાણીયા તા તા.માળીયા (મી))એ અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી સાહેદને મારવા દોડતા ફરિયાદી વચ્ચે પડતા આરોપીઓએ પાઇપ વડે ઘા મારી તેમજ લાકડી અને ઢીકા પાટું માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.(૧૭.૧)

 

(12:33 pm IST)