સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd October 2018

ચોરાઉ મોબાઈલ સાથે પાલીતાણાના અગુ વાઘેલાને ઝડપી પાડતી ભાવનગર એલસીબી

 

ભાવનગર :ચોરાઉ મોબાઈલ સાથે પાલીતાણાનો અગુ વાઘેલાને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને  ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફ શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પાલીતાણા ટાઉન વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પાલીતાણા,બસ સ્ટેન્ડ  પાસે આવતાં પો.હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે પાલીતાણા, આંબેડકર ચોક, દિગમ્બર ધર્મશાળા પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ અગુભાઇ મથુરભાઇ વાઘેલા (રહે. પચાસ વારીયા,શકિતનગર,પાલીતાણા)ચોરીનાં મોબાઇલ ફોન લઇ વેચાણ કરે છે

   બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અગુભાઇ મથુરભાઇ વાઘેલા (.. 24 ) ( રહે. પચાસ વારીયા,શકિતનગર, પાલીતાણા) પાસેથી રેડમી કંપનીનો  મોબાઇલ નંગ-1 કિ.રૂ.5,000નો મળી આવેલ. જે અંગે તેની પાસે આધાર-બિલ માંગતાં નહિ હોવાનું જણાવેલ.તેણે ઉપરોકત મોબાઇલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

  ઉપરોકત મોબાઇલ બાબતે પુછપરછ કરતાં મોબાઇલ તેણે મહુવા,ગાંધી બાગ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હતી મોબાઇલ ચોરી અંગે ભાવનગર,મહુવા  પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થયેલ છે

 આમ,ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે

_ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ રાણા, સર્વેશ્વર શાહી, મહિપાલસિંહ ગોહિલતરૂણભાઇ નાંદવા, મહેશભાઈ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(12:12 am IST)