સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

મોરબી જિલ્લાના “આપ” યુવા મોરચાના પ્રમુખની વરણી: પ્રમુખ તરીકે ભાવીકભાઈ નવિનભાઈ ભટાસણાની નિમણુક

મોરબી : આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખની નિમણુક કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ઇસ્ટ ઝોનના યુવા પ્રભારી યોગરાજસિંહ જાડેજા દ્વારા વિવિધ જિલ્લા તથા શહેરના આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમા મોરબી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે ભાવીકભાઈ નવિનભાઈ ભટાસણાની નિમણુક કરવામાં આવી છે. જે બદલ સાથી કાર્યકરોએ શુભેચ્છા પાઠવી છે.

(9:50 pm IST)