સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

તેલંગાના રાજ્યના કૃષિ મંત્રી નિરંજન રેડ્ડીએ ટંકારાની ફેક્ટરીની મુલાકાત લીધી : તેના રાજ્યમાં કૃષિના વિકાસ માટે મગફળીના પાક વિષે માહિતી મેળવી

મોરબી :  તેલંગાના રાજ્યના કૃષિ મંત્રી નિરંજન રેડ્ડી આજે મોરબી જીલ્લાની મુલાકાતે પધાર્યા હતા જેમાં તેઓએ ટંકારા ખાતે આવેલ બોર્નવિલે ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ફેક્ટરીની મુલાકાત લીધી હતી

 

 મુલાકાત સમયે તેલંગાના મંત્રીએ જણાવ્યું હતું કે તેલંગાના રાજ્યમાં ખેતીનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે ખેડૂતો બજારની ડીમાંડને ધ્યાનમાં લઈને ઉત્પાદન કરે તેમજ તેને પ્રોસેસિંગ અને વેલ્યુ એડીશનનો લાભ મળે તો ખેતી સમૃદ્ધ બને જેથી આજે ટંકારા તાલુકામાં આવેલ ફેક્ટરીની મુલાકાત લીધી હતી જ્યાં મગફળીના ઉત્પાદન, બજાર વેલ્યુ સહિતની ચીજો વિષે જાણકારી મેળવી હતી
 ટંકારાની બોર્નવિલે ફેકટરીના ડાયરેક્ટર અમિતભાઈ પટેલ જણાવે છે કે ગુજરાત મગફળીના વાવેતરમાં અગ્રેસર છે ત્યારે મગફળીનો પાક વાવવા, તેની વેચાણ કીમત વિષે જાણકારી મેળવી હતી મગફળીનો વપરાશ થતો હોય તેવા ઉદ્યોગની માહિતી મેળવવા મંત્રીએ મુલાકાત લીધી હતી જેથી તેના રાજ્યમાં ખેડૂતોને મગફળીનું ઉત્પાદન લેવા પ્રોત્સાહિત કરી સકે તેમ જણાવ્યું હતું

(9:08 pm IST)