સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટા

સવારથી કોઇ જગ્યાએ વાદળા તો કોઇ જગ્યાએ આછો તડકોઃ પવનના સૂસવાટા

આટકોટ : આજે વહેલી સવારેથી વરસાદી વાતાવરણ થયું હતું. આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે આજે વહેલી સવારેથી વરસાદી ઝાપટા પડવાનું સરૂ થયું હતું ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. (તસ્વીર : કરશન બામટા આટકોટ) (પ-૧૩)

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવા છાંટા વરસી જાય છે.

આજે સવારે કોઇ જગ્યાએ વાદળા તો કોઇ જગ્યાએ વાદળા તો કોઇ જગ્યાએ આછો તડકો છવાયેલો છે અને પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : જુનાગઢમાં આજે સવારે ઝરમર વરસાદ થયો હતો.

જુનાગઢ સહિત સોરઠમાં ગત રવિ- સોમવારનાં રોજ સાર્વત્રિક મેઘ મહેર થઇ હતી. છેલ્લા એક સપ્તાહથી લોકો સહિત ખેડૂતો મેઘાની પ્રતિક્ષા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૩૩.૮પ ટકા થયો છે.

દરમ્યાન આજે પણ સવારથી જોરદાર વરસાદી માહોલ છે. સૂર્યનારાયણનાં દર્શન થયા નથી. જુનાગઢમાં સવારે ઝરમર મેઘ મહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અન્યત્ર નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું આજનું હવામાન ૩ર મહત્તમ રપ લઘુતમ ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧પ.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

છેલ્લા ર૪ કલાકમાં  લાલપુરના ભણગોર અને મોટા ખડવા તથા જામજોધપુર, અને ધ્રોલમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી શહેરમાં આજે સવારથી શ્રાવણના સરડવાની જેમ હળવા છાંટા વરસી રહ્યા છે.  અને વાતારવણમાં  ઠંડક પ્રસરી છે.

(3:05 pm IST)