સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

ટંકારા કન્યા શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેકટનો લોકાર્પણ

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા,તા. ૨ : ટંકારા કન્યા શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયાના હસ્તે કરવામાં આવ્યું.

છતર પ્રા.શાળાના મુખ્ય શિક્ષક દ્વારા પધારેલ માનવંતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. મહાનુભાવો પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, પ્રમુખ, તાલુકા પંચાયત ટંકારા તથા ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, માજી સરપંચ, ટંકારા ગ્રામ પંચાયત તથા SMCના પ્રમુખ હર્ષિદાબેન અજયભાઇ પટેલ, ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, હિંમતભાઇ ભાગીયા, CRC કો. ટંકારા, શાળાના આચાર્ય ભાગીયા ચેતન કે, ટંકારા કુમાર તાલુકા શાળાના આચાર્ય પરેશભાઇ દુબરીયા દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

શ્રીમતી પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત ટંકારા નું પુષ્પગુચ્છથી મ.શિ., જશુબેન એસ. વિસોડીયા દ્વારા તથા ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, માજી સરપંચશ્રી, ટંકારા ગ્રામ પંચાયત નું CRC કો. ટંકારા હિંમતલાલ ભાગીયા દ્વારા તેમજ કલ્પેશભાઈ ફેફરનું પરેશભાઈ દુબરીયા દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.ટંકારા તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર દ્વારા જ્ઞાનશકિત દિવસની ઉજવણી તેમજ રાજય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આજના દિવસે સમગ્ર રાજયમાં થઈ રહેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો વિશે જણાવીને પોતાનું પ્રવચન આપ્યું હતું.

ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી એ જણાવ્યું કે સરકારશ્રી તરફથી સરકારી શાળાને અતિ ઉતમ બનાવવાની કામગીરી થઇ રહી છે. સરકારી શાળા પણ ડિઝીટલ બની રહી છે. ડિઝીટલ માધ્યમના ભાગ સ્વરૂપે જ્ઞાનકુંજ પ્રોજેકટ બાળકોને ખુબ જ પસંદ પડે છે.

ત્યાર બાદ મુખ્ય મહેનાનશ્રી પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા એ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે બાળકો ખૂબ જ ચંચળ હોય છે. તેમને હાલના ડિઝીટલ માધ્યમો વધારે પસંદગી પાત્ર હોય છે. તો સરકારશ્રી ના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત દ્યણી બધી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેકટ આપેલા છે. આ જ્ઞાનકુંજ પ્રોજેકટ દ્વારા બાળકો વધુ સારી રીતે અને રસપુર્વક અભ્યાસ કરી શકે છે. 

(1:25 pm IST)