સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

પોરબંદરઃ પત્નીનું ખુન કરવાના ઇરાદે કરેલા હુમલામાં પતિનો નિર્દોષ છૂટકારો

પોરબંદર તા. ર :.. બોખીરામાં સને ર૦૧૮ ની સાલમાં પત્નીનું ખૂન કરી નાખવાના ઇરાદે હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના કિસ્સામાં આરોપી પતિને નામ. ડીસ્ટ્રીકટ કોર્ટએ નિર્દો છોડી મુકેલ છે.

તાલુકાના બોખીરા ગામના રહીશ દિનેશ ભીખુભાઇ સોમૈયાની સામે ફરીયાદી પુનમબેન વાઇફ ઓફ દિનેશ ભીખુભાઇ સોમૈયાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવી જાહેર કરેલ કે, તેણીના પતિ આરોપી દિનેશ ભીખુભાઇ સોમૈયાએ તેણીની ઉપર ચારીત્ર્ય બાબતે શંકા કરી અને તેને કોઇના ઘરમાં બેસવું હોય તેવી શંકાના કારણે આરોપીએ ફરીયાદીને મારી નાખવાના ઇરાદે કુહાડીના ઉપરા - છપરી ઘા મારી ફરીયાદીને ડાબા હાથનાં ખંભા ઉપર તેમજ વાસાના ભાગે જમણી સાઇડે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરેલ હોવાની વિગતવાર ફરીયાદ આપતાં પોલીસે આરોપીઓની સામે ધોરણસરનો આઇ. પી. સી. કલમ ૩૦૭, પ૦૬ (ર) તથા જી. પી. એકટની કલમ-૧૩પ મુજબનો ગુન્હો નોંધી આરોપીની અટક કરી નામ. કોર્ટમાં રજૂ કરેલ, અને ત્યારબાદ સદરહું ગુન્હા અન્વયે તપાસના અંતે યોગ્ય પુરાવો જણાતા આરોપીઓની સામે પોરબંદરની નામે, કોર્ટમાં  ચાર્જશીટ રજૂ રાખેલ.

આરોપીઓ સામે નામ. ડીસ્ટ્રીકટ કોર્ટમાં સેશન્સ કેસ રજીસ્ટરે લઇ આરોપી તથા ફરીયાદ પક્ષનો પુરાવો નોંધવામાં આવેલ જેમાં ફરીયાદ પક્ષે લેખીત-મૌખિક, પુરાવાઓ રજૂ રાખેલા, અને ત્યારબાદ આ કામના આરોપી પક્ષે રોકાયેલા પોરબંદરના વિદ્વાન એડવોકેટ જે. પી. ગોહેલની ઓફીસ મારફતે નામ. કોર્ટ સમક્ષ દલીલો કરતાં જણાવેલ કે, સમગ્ર કેસ જોતા આ કામમાં આરોપીઓ  તદન નિર્દોષ છે. ખોટી રીતે હાલના કામે સંડોવી દેવામાં આવેલ હોય, અને ખરેખર આ કામના ફરીયાદી કે, જેઓ આરોપીના પત્ની થતાં હોય. અને બન્ને પતિ-પત્ની વચ્ચે અણબનાવો ચાલતાં હોય જેનો રાગદ્વેષ રાખી અને હેરાન-પરેશાન કરવાના ઇરાદાથી ખોટી ફરીયાદ નોંધાવેલી હોય, એટલું જ નહીં મુળ ફરીયાદીશ્રી પોતાની ફરીયાદમાં આરોપીની સામે કરેલઆ આક્ષેપો સમગ્ર ટ્રાયલ દરમ્યાન નિશંકપણે સાબિત કરી શકેલા ન હોય, અને કાયદા મુજબ આક્ષેપો સાબિત કરવા તે ફરીયાદ પક્ષની જવાબદારી રહેલી હોય, જયારે આ કામે રેકર્ડ તેમજ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ જોતા આ કામના ફરીયાદ પક્ષ આરોપીઓ સામે હાલનો કેસ નિંશકપણે સાબીત કરવામાં સદંતર નિષ્ફળ ગયેલા હોય, અને તે રીતે આ કામના ફરીયાદી શ્રીની ફરીયાદ શંકાઓ ભરેલી હોય, અને તેથી પણ આવા ખોટા ગુન્હાના કામે આરોપીઓને તકસીરવાન ઠરાવી ન શકાય તે મતલબની વિગતવાર દલીલો કરી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાની નામ. કોર્ટ સમક્ષ અરજ ગુજારેલી, ત્યારબાદ નામ. કોર્ટે બન્ને પક્ષકારોને સાંભળી તેમજ પુરાવાનું મુલ્યાંકન કરી અને અંતે આ કામના આરોપીઓ પક્ષે રજૂ થયેલ દલીલો ધ્યાને રાખી સદર ગુન્હાના કામે તમામ આરોપી પતિને હાલના ગુન્હાના કામે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ.

આ કામમાં આરોપીઓ પક્ષે પોરબંદરના વિદ્વાન વકીલ જે. પી. ગોહેલની ઓફીસના એમ. જી. શીંગરખીયા, એન. જી. જોષી, વી. જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, એમ. ડી. જુંગી, પી. બી. પરમાર, જીજ્ઞેશ ચાવડા તથા મયુર સવનીયા રોકાયેલા હતાં.

(1:21 pm IST)