સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડની ઉપસ્થિતિમાં બાબરાના રાયપરમાં વૃક્ષારોપાણ

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨: બાબરા તાલુકાના  રાયપર ગામે સરપંચના નિવાસ સ્થાનેથી ગામમાં વૃક્ષારોપાણ કાર્યક્રમનુ આયોજન સરપંચ શારદાબેન વિનુભાઇ રાદડિયાના પુત્ર સંદિપભાઇ રાદડિયા દ્વારા પચાસ થી વધુ વૃક્ષ રોપાણનું આયોજન કરાયું હતુ. આ તકે રાજય સરકારના પૂર્વ મંત્રી અને બાબરાના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડની ઉપસ્થિતિમાં કાર્યકમ યોજાયો હતો આ પ્રસંગે શ્રી ઉધાડે ખેડૂતો અને ગ્રામજનોને અપિલ કરી હતી કે વાડી ખાતેના શેઢે તેમજ દરેકના ઘરે એક વડ વૃક્ષ વાવવું નાના બાળકો ની જેમ વુક્ષ જયાં સુધી મોટું નો થાય ત્યાં સુધી તેમની દેખરેખ રાખવી તેવું સુચન પર્યાવરણ પ્રેમી અને પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડ દ્વારા કરાયું હતું. જેમાં આ તકે તાલુકા ભાજપ ના આગેવાન બીપીનભાઇ રાદડીયા મહેશભાઇ ભાયાણી. તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા જીલ્લા યુવા ભાજપ ના મહામંત્રી જગદીશભાઈ નાકરાણી અજીતભાઈ ખોખરીયા પત્રકાર દીપકભાઈ કનૈયા, મધુભાઇ ગેલાણી. રશીકભાઇ ગોઝારીયા ,ડો સાકીર વોરા સાહેબ, નગરપાલિકા ના સદસ્ય ધમાભાઇ વાવડીયા ભરતભાઇ રંગપરા મંથન આંબલીયા સહિત રાયપર ગામમાં આગેવાનો અલ્પેશભાઈ રાદડીયા,જાગાભાઇ રાદડિયા, સુરેશભાઇ રાદડિયા, મયુરભાઈ ત્રાપસીયા ઉપસ્થિત રહ્યા હતા વુક્ષ રોપાણ કાર્યકમ માં સંદીપભાઈ રાદડીયાએ તમામ આગેવાનોને આવકાર્યા હતા.

(12:07 pm IST)