સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

સુરેન્દ્રનગરના કલાસીસના સંચાલક દ્વારા ફોટોસેસનમાં લઇ જવામાં આવેલ વિદ્યાર્થી પાણીના ધોધમાં ડૂબ્યો

વધુ એક બેદરકારી ભર્યો કિસ્સો : ફ્રેન્ડશીપ ડે ના દિવસે મિત્રોની આંખો સામે મિત્રનું મોત : ૧૭ વર્ષના યુવકનું પાણીમાં ડૂબવાથી મોત

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૨: કુંથુનાથ દેરાસર પાસે ચાલી રહેલા ટેલેન્ટ કલાસીસના સંચાલક જયેશભાઈ જૈન દ્વારા ફ્રેન્ડશીપ દિવસ હોવાના કારણે ટ્યુશન કલાસીસમાં આવતા વિદ્યાર્થીઓને ફોટો સેશન માટે સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ નજીક કેનાલમાંથી પડતા પાણીના ધોધ પાસે લઈ જવામાં આવ્યા હતા ને ત્યાં તેમના ફોટા પાડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ ફોટોસેશન અનેક વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી દે તેવો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

દુધરેજ કેનાલ નજીક કેનાલમાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે તેનો લોકેશન સારૃં હોવાના બહાને વિદ્યાર્થીઓને ફોટો સેશન માટે ફ્રેન્ડશીપ દિવસ ના દિવસે લઇ જવામાં આવ્યા હતા ત્યાં ધોધમાં નાહવા પડેલા એક વિદ્યાર્થી ખાડામાં ખાબકતા ખૂંચી જવા પામ્યો હતો. અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજવા પામ્યું હતું પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરની શહેરી વિસ્તારમાં આવેલી નુંરે મોહમ્મદી સોસાયટીમાં વસવાટ કરતાં ઈમરાન ભાઈ પઠાણના પુત્ર છેલ્લા અનેક સમયથી કુંટુંનાથ દેરાસર પાસે આવેલા ટેલેન્ટ કલાસીસમાં ટ્યુશન કલાસમાં જતા હતા.

રવિવારનો દિવસ હોવાના વિદ્યાર્થીઓને લેસન કરવા ટ્યુશન કલાસીસ માં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં વિદ્યાર્થીઓ લેસન કરવા પણ ગયા હતા ત્યારે અચાનક ફ્રેન્ડશીપ દિવસ હોવાના કારણે સંચાલક દ્વારા ફોટો સેશન માટે દુધરેજ કેનાલ નજીક પડતા ધોધ ખાતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમના ફોટોસેશન કરવામાં આવ્યા હતા ફોટોસેશન પત્યા બાદ વિદ્યાર્થીઓ નાવા આ ધોધમાં પડ્યા હતા ત્યારે નૂરે મોહમ્મદી વિસ્તારમાં વસવાટ કરતા પઠાણ ઉર્વેશ ખાન પાણીના ખાડામાં ખૂંચી જતા દ્યટના સ્થળે જ તેમનું મોત નિપજવા પામ્યું હતું.

અત્યારે દ્યરે આવવાના સમયે પાણીમાં પહોંચી ગયેલ વિદ્યાર્થી ગુમ હોવા નું ટ્યુશન સંચાલકને જાણવા મળ્યું હતું ત્યારે તેની ગોતતા તે બાજુ માં ખાડો હોય તેમાં ખૂંચી ગયા હોવાનું ખુલવા પામ્યું અત્યારે તાત્કાલિકપણે આજુબાજુના લોકો દ્વારા તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેનો પમ્પિગ કરવામાં આવ્યું હતું પણ તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ત્યારે તેને રાત્રી દરમિયાન જ પોસ્ટ મોર્ટમ માટે વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્યટના સ્થળે દોડી જઇ અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફ્રેન્ડશીપ દિવસ ના દિવસે જ મિત્રોને આંખો સામે મિત્રની મોત નિપજતા ચકચાર મચી છે.

કલાસીસનો રાફડો ફાટયો છે તેવા સંજોગોમાં એક માસના સમયગાળામાં કલાસીસના સંચાલકોની બેદરકારીને પગલે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે પહેલા રતનપર વિસ્તારમાં પ્રેમ સંબંધના પગલે ટ્યુશન કલાસીસમાં શિક્ષક અને વિદ્યાર્થી ની એ ગળે ફાંસો ખાઈ અને પોતાની જિંદગી ટૂંકાવી હતી.બીજી તરફ કાલે જે કિસ્સો બન્યો છે દુધરેજ નજીક જેમાં ટ્યુશન કલાસીસ ની બેદરકારીના પગલે વિદ્યાર્થી પાણીમાં ખુચી અને ડૂબી અને વિદ્યાર્થીનું મોત નિપજયું છે. જેને લઇને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ચાલતા ખાનગી ટ્યૂશન કલાસીસ માં વાલીઓને હવે છોકરાઓ તથા વિદ્યાર્થીઓને ટ્યૂશન એ મોકલવા પણ હવે અદ્યરા બન્યા છે.

૧૭ વર્ષનો યુવક પાણીમાં ડુબી જતાં દ્યટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું છે ત્રણ મિત્રો એક સાથે આ ધોધમાં ન્હાવા પડ્યા હતા જેમાં બેનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે અને એકનું ઘટનાસ્થળે મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.

(12:05 pm IST)