સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

વાંકાનેરમાં કોરોનાના વધુ બે કેસ : જીનપરામાં 13 વર્ષીય પુત્ર અને 43 વર્ષીય પિતા સંક્રમિત

વાંકાનેર શહેરમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે જેમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં નોંધાયા છે જેમાં એક 43 વર્ષીય પિતા તથા તેમના 13 વર્ષીય પુત્રનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

   વાંકાનેર શહેરમાં આજે નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસથી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા મેઈન રોડ પર રાજવીર ઓટો પાર્ટસ નામની દુકાન ધરાવતા 43 વર્ષીય પિતા કીરીટભાઇ રાજવીર તથા તેમના 13 વર્ષીય પુત્ર ધ્રુવ રાજવીરનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ બંને પિતા પુત્રને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તથા તેમના રહેણાંક વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે

(5:53 pm IST)