સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

ઓનલાઇન કુકીંગ કોમ્પીટીશનમાં જુનાગઢની મેઘા સચદેવ વિજેતા

'સેફ ઓફ જુનાગઢ'નું ટાઇટલ અર્પણઃ કોમ્પ્યુટર એન્જીનીયર છે, કૂકીંગનો ભારે શોખ

રાજકોટ : આપણું જુનાગઢ દ્વારા ૧ર જુન થી ર૯ જુલાઇ સુધી ઓનલાઇન કુકિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જુનાગઢમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં વિજેતા જાહેર કરવા માટે ઓનલાઇન ઝૂમ મીટીંગનું આયોજન  કરેલું હતું. જેમાં મેઘા ભરતભાઇ સચદેવ ૧૬૧૯૭ વોટ મેળવી વિનર બન્યા હતા અને સેફ ઓફ જુનાગઢનું ટાઇટલ પોતાના નામે કર્યુ હતું.

 

મેઘાબેન જણાવે છે તે કોમ્પ્યુટર એન્જીનીયર છે પરંતુ તેઓને કુકિંગનો શોખ છે. અને લોકોને નવા નવા આઇડિયા સાથે કુકિંગ શીખડાવવા માટે 'કુકીંગ હાઉસ બાય મેઘા સચદેવ' નામની જુનાગઢની સૌથી પ્રથમ ચેનલનું સંચાલન કરે છે. જેમાં તેઓને દેશ-વિદેશથી બહોળો પ્રતિસાદ મળે છે. આ તકે મેઘાબેન તેમના વિજેતા બનવાનો બધો શ્રેય તેમના પિતાના આશીર્વાદ અને માતા  અને પરિવારના સપોર્ટને જણાવે છે.  આ તકે સચદેવ પરિવારમાં ખુશીની  લાગણી જોવા મળેલ છે.

(3:56 pm IST)