સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

છેલ્લા દોઢ મહિનામાં આટકોટ ફેસીલીટી સેન્ટરમાં ૨૭૫ NRI કોરન્ટાઇન થયા

રાજકોટ,તા.૧: કોરોના સામેના મહાયુધ્ધમાં અનેક સકારી તંત્ર, સામાજિક આગેવાનો સહિત વિવિધ સમાજની સામેલગીરી છે. એવામાં જસદણ-વિછિયામાં પણ તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અનેક પગલા લેવામાં આવી રહયા છે. જેમા જસદણ તાલુકાના આટકોટના કોરોના ફેસીલીટી સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ ફેસેલિટી સેન્ટરમાં ૨૭૫ એનઆરઆઇ કોરન્ટાઇન થયા હતા. જસદણના પ્રાંત અધિકારી પી.એચ. ગલચર કોરોનામાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલ નોંધનીય કામગીરી અંગે કહે છે કે અમારું આટકોટની ડી.બી. પટેલ કન્યા છાત્રાલયએ ખાનગી કોરોના ફેસીલીટી સેન્ટર છે. જયા વિદેશથી આવતા અમાર વિસ્તારના લોકોને સાત દિવસ ફરજિયાત કોરન્ટાઇન કરવામાં આવે છે. તેઓને સવારનો નાસ્તો, ચા, બપોર અને રાત્રીનું ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત માસ્ક, સેનીટાઇઝર સહિતની સુવિધા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ સાત દિવસ સરકારી ખર્ચે વિનામૂલ્યે વ્યકિતને કોરન્ટાઇન કરવામાં આવે છે.

આટકોટનું કોરોના ફેસીલીટી સેન્ટર ગત તા.૧૪ જૂનથી શરૂ કરાયુ હતું. વિદેશથી વતન પરત ફરતા લોકોની સંખ્યા જસદણ-વિછિયામાં વધતી જતાં આ સેન્ટર સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યરત કરાયું હતું. 

આ ફેસિલીટી સેન્ટરમાં ૨૦ મેડિકલ કર્મચારીઓ સહિતનો સ્ટાફ સીફટ ડયુટી બજાવે  છે. જેમા એક ડોકટર, મામલતદાર, નર્સ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે. કોરન્ટાઇન થનારનું સ્ક્રીંનીગ, ટેસ્ટ સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવે છે

(2:29 pm IST)