સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

જેતપુરનાં ડો. દિપક દોશીનો કોરોનાએ ભોગ લીધો

શહેરમાં વધુ ૮ પોઝીટીવ કેસઃ કુલ કેસ ૯૧: કુલ મૃત્યુ આંક ૨

જેતપુર,તા.૧: જેતપુરના ડો.દિપકભાઇ યુ.દોશીનું કોરોનાએ ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

જેમાં જેતપુરના ફુલવાડી બેંક ઓફ બરોડા સામે તબીબી પ્રેકટીસ કરતા ડો.દિપક યુ.દોશીનું આજરોજ કોરોનાથી મોત થયેલ જેઓનો રાજકોટ કોવીડ હોસ્પિટલ ખાતે વેન્ટીલેટર તેમજ પ્લાઝમા થેરાપીની સારવાર અપાય રહી હોવાનું જાણવા મળેલ છે.

શહેરમાં છેલ્લા એકાદ માસથી કોરોનાનો ફુંફાડો વધ્યો હોય કોરોના પોઝીટીવ ૧૦૦ ની નજીક પહોંચવા લાવ્યો છે. ૯૧ પોઝીટીવ કેસોમાંથી આજે બીજુ મોત થયું.

શહેરમાં ગઇ કાલે એન્ટીજેન ટેસ્ટ કીટથી ટેસ્ટીંગ કરતા-૬ તેમજ ગ્રામ્ય વિસ્તારના ૨ પોઝીટીવ કેસો નોંધાયા જેમાં જગાવાલા ચોરા વિસ્તારમાં રહેતા મહેમુદાબેન અશરદભાઇ મારહુલીયા (ઉવ.૫૬), જે બે માસથી સારવાર માટે અવારનવાર રાજકોટ જતા હોય હાલ રાજકોટ સારવારમાં હતા.

અખતર ઇબ્રાહીમભાઇ શેખ (ઉવ.૨૬) (રહે. જગાવાલા ચોક) જૂનાગઢથી આવેલ હોય તેનો પણ કોરોના પોઝીટીવ  આવેલ. રાધાપાકે વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ૨ સભ્યો મંજુલાબેન કાંતીભાઇ પાઠક (ઉવ.૬૫) નરેન્દ્રભાઇ કાંતીભાઇ પાઠક (ઉવ.૩૫) વેકરીયા નગર અમરનગર રોડ વિસ્તારમાં રહેતા યુવાન યજ્ઞેશભાઇ અનીલભાઇ ટાંક (ઉવ.૪૦) તે રાજકોટથી આવેલ. ઉપરાંત ધોરાજી રોડ નૂતનનગરમાં રહેતા વૃધ્ધ ભંવરલાલ મહેશ્વરી (ઉવ.૭૩)ને કોરોના પોઝીટીવ આવતા ર્સ્ટલીગ હોસ્પિટલમાં દાખલ કરેલ. ગામ્ય વિસ્તારમાં જેતલસર જંકશન ગામે રહેતા સંદીપ જેન્તીભાઇ કટેશીયા (ઉવ.૩૦) જે રાણાવાવથી આવેલ હોય તેનો કોરોના ટેસ્ટ કરતા પોઝીટીવ રીપોર્ટ આવેલ તેમજ વિરપુર ગામના દયાબેન રસીકલાલ પરમાર (ઉવ.૬૦) તમામનો એન્ટીજેન ટેસ્ટ કીટથી ટેસ્ટ કરતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા. શહેરનો કુલ કોરોના પોઝીટીવનો આંક ૯૧ થયો. કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો થતો હોય.ચિંતાનો વિષય બની ગયો છે. તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મળી કોરોનાથી ૨ના મોત થયા છે. જ્યારે અન્ય કારણોસર ૫નાં મોત થયા છે.(

(1:11 pm IST)