સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના વધુ ૧૫ પોઝિટિવ કેસ

પોરબંદર તા. ૧ : ગઇકાલે કોરોનાના પોઝિટિવ વધુ ૧૫ કેસ આવેલ હતા. કોરોના શંકાસ્પદ કેસમાં દર્દીઓના સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલ્યા બાદ આવેલ. રિપોર્ટના પ્રથમ રાઉન્ડમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસ આવેલ અને મોડેથી વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ આવેલ હતા.

કોરોના પોઝિટિવના ૧૫ કેસમાં બગવદરના ૧૯ વર્ષના યુવાન, ૫૬ વર્ષના પુરૂષ હાલ પોરબંદર મૂળ રાજસ્થાનના ધોલપુર, ૫૬ વર્ષના અન્ય એક પુરૂષ રે. શ્યામ પાર્ક પોરબંદર, ૩૨ વર્ષના યુવાન કમલાબાગ પોરબંદર, ૩૬ વર્ષના યુવાન છાંયા પોરબંદર, ૩૫ વર્ષના યુવાન મેમણવાડા પોરબંદર, ૬૦ વર્ષના વૃધ્ધ મેમણવાડા, ૨૪ વર્ષનો યુવક ઝુરીબાગ, ૨૦ વર્ષનો યુવક ઝુરીબાગ, ૮ વર્ષનો બાળક કુછડી, ૧૧ વર્ષનો બાળક કુછડી, ૪૫ વર્ષના પુરૂષ છાંયા પોરબંદર, બાળાનો સમાવેશ થાય છે. ઉપરાંત મોડેથી વધુ ૨ કેસના પોઝિટિવ રિપોર્ટ આવેલ હતા.(

(1:05 pm IST)