સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

હવે ગૌવંશ અને ગૌમાંસને લગતા કેસો માટે ખાસ સરકારી વકીલઃ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં જાણીતા ધારાશાસ્ત્રીઓની નિયુકિત

ભુજ,તા. ૧: ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એકટ ૧૯૫૮ હેઠળના ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એકટ રૂલ્સ ૨૦૧૭ હેઠળ રાજય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજયના દરેક જિલ્લામાં ગૌવંશ અને ગૌમાંસને લગતા અદાલતી કેસો માટે ખાસ સરકારી વકીલની નિયુકિત કરી છે. જે અન્વયે કચ્છમાં બે પોલીસ જિલ્લા હોઈ પૂર્વ અને પશ્યિમ કચ્છ એમ બે અલગ અલગ સરકારી વકીલોની નિયુકિત કરી છે. કચ્છનાઙ્ગ જાણીતા યુવા ધારાશાસ્ત્રીઓને સરકારે સ્પે. પી.પી. તરીકે નિયુકત કર્યા છે જેમાં, પૂર્વ કચ્છમાં એડવોકેટ રાજકુમાર લાલચંદાણી અને પશ્ચિમ કચ્છમાં એડવોકેટ દ્યનશ્યામ ગોરની નિયુકિત કરાઈ છે. બન્ને ધારાશાસ્ત્રીઓને આ નિયુકિત બદલ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

(11:14 am IST)