સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

ખંભાળિયા પોલીસ ડિવીઝનની મુલાકાતે ડીઆઇજી સંદિપકુમાર

ખંભાળિયા તા.૩૧ : ખંભાળિયા પોલીસ ડીવીઝનનું ડીઆઇજી કચેરીનું વાર્ષિક ઇન્સ્પેકશન થયુ હતુ. જે પુર્ણ થતાં રેંજ આઇજી શ્રી સંદિપકુમારે ખંભાળિયા પોલીસ ડીવીઝનની મુલાકાત લીધી હતી.

ડીવાયએસપી હીતેન્દ્ર ચૌધરી આ પોલીસ ડીવીઝનના વડા હોય તેમનું નોટ રીડીંગ કરીને તમામ કેસોમાં ઉંડી તપાસ થાય, નાઇટ રાઉન્ડ, પટેડ નિયમીત થાય તથા પેન્ડીંગ કેસ ઝડપી નિરાકરણ થાય તથા અનડીટેકટ  ગુનાની તમામ માટે માર્ગદર્શન આપવામાં આવેલુ. ડીઆઇજી શ્રી સંદિપકુમાર સાથે એસ.પી. રોહન આનંદ પણ જોડાયા હતા.

જો કે ડીવાયએસપી તરીકે હિરેન્દ્ર ચૌધરી નિમાયા પછી સાઇબર ક્રાઇમના ગુનાઓમાં ઝડપી કાર્યવાહી આરોપી પકડાવા અપહરણના કેસમાં ત્વરીત કામગીરી તથા કોરોના સંદર્ભમાં જાહેરનામા ભંગની કડક કાર્યવાહી પણની સારી બાબતો પણ સંદિપકુમાર ધ્યાનમાં આવી હતી.

(11:11 am IST)