સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

પોરબંદરનો સોમવારે નામકરણ દિન : ૧૦૩૧ વર્ષ પહેલા સ્થાપનાનું તોરણ બંધાયેલ

નામકરણ સાથે પોરબંદર સૌપ્રથમ અરબી સમુદ્ર જળ માર્ગેથી વિશ્વ વ્યાપાર સાથે જોડાયેલ : સ્થાપનાદિન- નામકરણ કુંડલી રાજ બારોટના ચોપડામાંથી પ્રાપ્ત થયેલ : બંદર વિકાસમાં હરણફાળ પ્રગતિ

પોરબંદરના બંદરીય વિકાસનો પ્રોત્સાહન આપનાર મહારાણા નટવરસિંહજીની ફાઇલ તસ્વીર : પોરબંદર ઓલ વેધર પોર્ટની તસ્વીર

પોરબંદર,તા.૩૧ : શ્રાવણી પુનમ રક્ષાબંધનના રોજ પોરબંદરનો નામકરણ  દિન છે. ૧૦૩૧ વર્ષ પહેલાં પોરબંદર કોઠે શાસ્ત્રોકત વિદ્યાર્થી નામકરણનું તોરણ બાંધવામાં આવ્યું હતું. સોમવારે તા.૩જીએ પોરબંદરનો નામકરણ દીન છે.

જેઠવા વંશના ઘુમલી રાજવી બાષ્કલદેવ દ્વારા વિક્રમ સવંત ૧૦૪૬ શ્રાવણી પૂનમ રક્ષાબંધનને સોમવારે સવારે ૯:૧૫ વાગે ઇસાન તા. ૬/૮/૯૯૦ના રોજ અરબી સમુદ્ર- અસ્માવતી નદી યાને ખાડી અસ્માવતી ઘાટે તોરણ બાંધી પોરબંદરનું નામ કરણ સ્થાપના કરી સૌપ્રથમ અરબી-સમુદ્રના જળ માર્ગે વિશ્વ સાથે જોડી દેવામાં આવેલ.

વિશ્વના નકશામાં જળ વ્યવહારથી વ્યાપારની શરૂઆત કરવામાં આવી. ત્યારથી પોરબંદરની જળ વ્હેવાર બંદરીય સમૃધ્ધી વિકાસ અનેક ચડાવ ઉતાર સાથે છે. વિકાસ વૃધ્ધી થતી રહી છે. ૧૦૩૧ એક હજાર એકત્રીસ વર્ષમી સ્થાપના દીનની ઉજવણી વિક્રમ સવંત ૨૦૭૬ શ્રાવણ સુદ ૧૫ પૂનમ સોમવાર તા.૩/૮/૨૦૨૦ એકમત પ્રમાણે કેટલા વ્યકિત નામકરણ પોરબંદર સ્થાપના દીનને ૧૦૩૧ એક હજાર એકત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ છે. 

યોગાનું યોગ વિક્રમ સવંત ૨૦૭૬ શ્રાવણ સુદ ૧૫ પૂનમનુ સોમવાર તા.૩/૮/૨૦૨૦ રક્ષાબંધન બળેવ પર્વ સાથે ઉજવાય છે. કુંડળી મુજબ ઇસ્વીશન તા.૬/૮/૯૯૦ની છે પરંતુ તિથી-વાર એકજ દિવસ છે. માત્ર ત્રણ દિવસનો તારીખમાં ફેર છે.

પોરબંદર સ્થાપના દિન-નામકરણ કુંડલી તેમજ પોરબંદર સ્થાપના રાશિ કુંડલી રાજ બારોટ સ્વ. બારોટના ચોપડેથી પ્રાપ્ત થયેલ સ્થાપના સમયના અધારે જન્મ કુંડલી સ્વ. શ્રી શાસ્ત્રી દિવાકર કેે. જોષી તથા નિશિકાંત ડી. વૈષ્ણવ તૈયાર કરેલ છે.

પોરબંદર સહસ્ત્રાબ્દી મહા સમારોહ દ્વારા પોરબંદર નામકરણ સ્થાપનાદિન વિક્રમ સવંત ૨૦૪૬ તા.૬ ઓગષ્ટ ૧૯૯૦ના રોજ ઇતિહાસવિદ  નરોતમભાઇ પલાણ દ્વારા પોરબંદર એક હજાર વર્ષ પૂરા કરે છે. તેને  પ્રસિધ્ધ થયેલ લેખમાં દર્શાવેલ છે.

અરબી સમુદ્ર પરનું પોરબંદર-બંદર ૨૧ ં-૩૮' ઉત્તર અક્ષાંશ અને ૬૯ ં-૩૭' પૂર્વ રેખાંશ પર આવેલું છે. ભારતના પશ્ચિમ કિનારા અને યુરોપના બંદરો વચ્ચેના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર તેઆવેલું છે. અરેબીયા, આફ્રિકા (ખંડ) પશિર્યન ગલ્ફના બંદરો સાથે વ્યાપાર કરવામાં ઘણું જ સુયોગ્ય બંદર છે.

જૂન ૧૯૭૮માં બારમાસી બંદર તરીકે ખુલ્લુ મુકવામાં આવ્યું તેની પાછળ કુલ રૂ. ૧૭ કરોડનો ખર્ચ થયું. જે તે સમયના છેલ્લા પાંચ વર્ષના આંકડા વાર્ષિક સરેરાશ ૨ થી ૩ ત્રણ લાખ ટનની માલની આયાત નિકાસ થતી. આજ વર્તમાન સ્થિતી શું છે? આ બધુ જ એક અદ્યતન સુવિધા ધરાવતું બંદર છે. દર વર્ષે પ લાખ ટન હાલ બારમાસી જેટ્ટી લંબાઇ વધતા માલ હેરાફેરી ક્ષમતા વધશે છે. તેવી ક્ષમતા છે

પોરબંદર મત્સય ઉદ્યોગનું કેન્દ્ર છે. વિકસીત કરવાની ચર્ચા અને વાતો વરસોથી સરકાર દ્વારા કરાય છે. ધારાસભ્ય, સંસદસભ્ય, પાલીકા અને જુનુ રાજ્યના સમયનું બદંર મત્સય ઉદ્યોગ વિકસાવવા માટે યોગ્ય છે. તેનો વિકાસ વેગવાન બનાવવો જરૂરી છે. પરંતુ પ્રજાસેવક તરીકે આવનાર પ્રજાના પ્રતિનિધી વાતો કરી દિશા અને દશા પોરબંદરના આ બંદરની બદલી રહ્યાં છે.

જુના જેટ્ટી બંદરમાં તમામ પ્રકારની સગવડા ઉપલબ્ધ હતી. કાર્યરત હતી પરંતુ ધીમે ધીમે સ્થાપીતો લુપ્ત કરી રહ્યા છે. ટ્રાન્સપોટીંગ સુવિધા તેમજ રેલ્વે સુવિધા પણ સરળતાથી મળી શકે તેમ છે પોરબંદરના રાજવીએ માલપરિવહન માટે આંતરરાષ્ટ્રીય હેરફેર માટે નિકાશ માર્ગ ખુલ્લા રાખી અહીં મીટરગેજ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરી હતી. હાલ તેનું રૂપાંતરીત કરીબ્રોડગેજમાં  ફેરવવાનું મંજુર થયેલ નવાબારમાસી જેટ્ટી બંદર પર મીટરગેજ ટ્રેનને રૂપાંતરીત કરી બ્રોડગેજમાં ફેરાવ્યાનું મંજુર થયેલ તેની સાથો સાથ જુના જેટ્ટી બંદરની મીટરગેજ રેલ્વે લાઇન રૂપાંતર કરવાનું મંજુર થયેલ. તે અંગે પૂર્વ ડી.આર.સી.સી. સભ્ય આ અખબારના પ્રતિનિધિ-હેમેન્દ્રકુમાર એમ. પારેખ રૂ. ૨૦.૧૮ કરોડ લાખ. વધારાના ૬૧/૪ ટકા ખર્ચ મંજુર કરાવેલ. કામગીરી શરૂ થાય તે પહેલાં રાજકારણીઓએ વિન્ધ નાખવાનું શરૂ કરેલ છે.

પોરબંદરનું દેશી વહાણવટ્ટ વિશ્વભરમાં પ્રખ્યાત છે. યાંત્રિક યુગમાં પણ દેશી વહાણવટ્ટું કેન્દ્ર સ્થાને રહ્યું છે. આશરે ૧૫૦ (એકસો પચાસ) વર્ષ પહેલા અને ૧૮૮૮ પોરબંદરમાં ૭૨ દેશી વહાણ બંધાવેલા તેવી માહિતી મળે છે. વર્તમાન (પૂર્વ) ૧૬ જેટલા રજિસ્ટર્ડ થયેલા દેશી વહાણો વેપાર અર્થે ચાલતા ત્યારે ફિશિંગ બોટ હોવા છતાં તેમા સમાવેશ થતો નથી. વહાણની ક્ષમાને તે સમયે ૨૦૦ થી ૩૦૦ ટન ક્ષમતા ધરાવતા વહાણ રૂ. ૨૦ થી ૨૫ લાખમાં તૈયાર થતાં.

હાલ પોરબંદર અરબી સમુદ્ર સોમનાથ મહાદેવ મંદિર અસ્માવતી ઘાટે તેમજ સુભાષનગર જટ્ટી બંદર આસપાસ વિસ્તારમાં જગ્યા ન હોવા છતાં દેશી વહાણ બાંધવાનું કાર્ય જીવંત છે. ૧૦૦૦ (એક હજાર) ટનથી ૨૫૦૦ (બે હજાર પાંચસો) ટનની ક્ષમતા ધરાવતા વહાણ બંધાય છે. જેની કિંમત કરોડ રૂપિયામાં આવે છે. ગલ્ફમાં પોરબંદરની બાંધણીના વહાણોની આજપણ મોટી માંગ ઉભી છેે. જુના વહાણની પણ સારી કિંમત મળે છે. સરકાર લોન પણ આપે છે.

પ્રાચીન ''પૌરવેલા ફુલ'' અર્થાત પોરબંદરના ઇશાન ખુણામાં પોરાવ માતાનું સ્થાનક આવેલું છે. વિદ્વાનોના મતે આ મંદિર દશમી સદીમાં બંધાયું હશે. આજ સ્થળે પ્રથમ પોરબંદરની સ્થાપના શિલા સ્થાપન થયું હશે. અને ત્યાં મંદિરનું નિર્માણ કરી શકિતનું સ્થાપન કર્યુ હશે. યાદ રહે. ક્ષત્રિયો સહિતના ઉપાસકો હતા. પોરાવ માતાના મંદિરમાં ભગ્ન અવશેષો પ્રાપ્ત થાય છે. તે તથા મંદિરની બાંધણી રજપૂત કાલીન છે.

પોરબંદરની રાજધાની બની તે પૂર્વના ઇતિહાસ ઉપર ઉડતી નજર તેમજ લોકહિત મુજબ જેઠવા વંશના મુળ પુરૂષ મકરધ્વજ હોવાનું માનવામાં આવે છે. મકરધ્વજે પોરબંદરની વાયવ્ય દિશામાં શ્રીનગર ગામમાં ગાદી સ્થાપી. કાળરૂપે તેઓના વંશ જ શિયોજી જેઠવાએ તે સમયની સમૃધ્ધિનગરી ધૂમલીમાં રાજગાદી ફેરવી. ઘૂમલી ઉપર પ્રથમ સિંઘના જામ ઉજાડે આક્રમણ કર્યુ. પરંતુ તે ફતેહ ન મળતા તેના કુંવર જામ બામણીયાએ ઇ.સ. ૧૩૧૩માં આક્રમણ કરી ઘુમલીને ઉજાડી નાખી. ઘૂમલીનું પતન થતાં ભાણજી જેઠવાએ રાણપુરમાં માં પોતાની રાજધાની રાણપુરમાં સ્થાયી રાણપુરના નરેશ રામદેવજીનું ઇ.સ. ૧૫૦૪માંદગી થી મૃત્યુ થતાં કુંવર ભાણજી તથા તેમના રાણી કલાબાઇ અને બાળકુંવર  ખીમજીનું અંધાર પછેડો ઓઢી  રાણપુરથી ભાગીને પોરબંદર આવ્યા. પોરબંદરમાં ત્રેવડાબાગ- હાલ કમલા નહેરૂ પાર્કમાં આવીને વસ્યા. ત્યાં ભાણજીનું અકાળે અવસાન થયું. હાલ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના પાછડના ભાગે કમ્પાઉન્ડમાં ભાણજીની સ્મૃતિરૂપ ભાણેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. ભાણજીના અવસાન પછી પોરબંદર પાસે આવેલ ''છાંયા'' ગામમાં જેઠવાની રાજધાની સ્થપાઇ અને બાળકુંવર ખીમજીદીએ ઇ.સ. ૧૭૫૭-૧૮૧૩ એ વિ.સે. ૧૮૪૧ની શ્રાવણી પૂનમ શનિવરના દિવસે રાજધાની તરીકે પ્રસિધ્ધ થયું આ સમયનું અંગ્રેજી તારીખમાં રૂપાંતર કરતાં તા. ૨૦/૮/૧૭૮૫ અને શનિવાર મળે છે. પોરબંદર રાજધાની તરીકે સ્થપાયું તે દિવસના ગ્રહોની સ્થિતિ છે.

કુંડલીમાં બારમાં ભાવે કેતું છે. બારમે કેતુ મોક્ષદાયક છે. પોરબંદરની પુનિત ધરા ઉપર જન્મ લેતા રાષ્ટ્ર પિતા પૂ. મહાત્મા ગાંધીજી યાને મોહનદાસ કરમચંદ ગાંધીની સત્યોના એ આર્દશને અંગ્રેજોની ગુલામી માંથી મુકિત અપાવી છે. ભારતમાં સ્વરાજ લાદવામાં પોરબંદરની સ્થાપનાના ગ્રહો અને રાજધાની તરીકે સ્થાપના ગ્રહોનો પહેલેથી ફાળો છે. ઓગષ્ટ ઇ.સ. ૯૯૦માં સ્થાપાયેલ પોરબંદર ઓગષ્ટ ઇ.સ. ૧૯૪૭માં સ્વતંત્ર દેશનું સ્વતંત્ર નગર બને છે. (સાભાર- સ્વીકાર-સંકલન સંદર્ભ ગ્રંથ-૧ 'સંશોધન' ઓકટો-ડીસે. ૨૦૦૩ જેઠવા રાજવંશ લેખક- ડો. પ્રફુલાબેન જે રાવલ- સંકલન- મુકુન્દચંદ્ર ડી. નાગર)

સંકલન

હેમેન્દ્રકુમાર પારેખ

સ્મીત પારેખ

પોરબંદર

(1:01 pm IST)