ગોંડલમાં અનાજ દળવાની ઘંટીવાળા શૈલેષે માનસિક અસ્થિર મહિલા પર બળાત્કાર ગુજાર્યો
દરણુ લેવા આવેલી મહિલાને મોઢે ડૂચો દઇ બળજબરી આચર્યાની ફરિયાદ
રાજકોટ તા. ર : ગોંડલમાં દરણુ લેવા ગયેલી માનસીક અસ્થિર મહિલાને અનાજ દળવાની ઘંટીવાળા કોળી શખ્સે મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગોંડલમાં રહેતી ૩૭ વર્ષની માનસીક અસ્થિર મહિલા ગઇકાલે ભગવતપરા શેરી નં. ૯માં બાપાસીતારામ ચોકમાં આવેલી અનાજ દળવાની ઘંટીએ દરણુ લેવા માટે ગઇ હતી ઘંટીવાળો શૈલેષ કોળીએ એકલતાનો લાભ લઇ મહિલાને દરણુ લેવા માટે દુકાનમાં બોલાવી તેનું બાવળુ પડકી મોઢે ડૂચો દઇ નીચે સૂવડાવી શેલ્ેષ કોળીએ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે મહિલાએ તેની માતાને વાત કરતા મહિલાની માતાએ ગોંડલ સીટી પોલીસ મથકમાંં અનાજ દળવાની ઘંટીવાળા શૈલેષ કોળી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ.બી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.
કમઢીયામાં પટેલ દંપતી ઉપર હુમલો
ગોંડલના કમઢીયા ગામમાં બાપાસીતારામના ઓટાવાળી શેરીમાં રહેતા રમેશભાઇ રવજીભાઇ નીશોલીયા (ઉ.૪પ) ગઇકાલે પત્ની સાથે વાડીએથી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેના કાકાનો દીકરો અશ્વીન બાલાભાઇ નીશોલીયાનું ઘર આવતું હોઇ ત્યાં જઇ ખેતરમાં ખોટુ નુકશાન કરે છ.ે તેવી વાતો કરતા હોઇ તેવા બાબતે કહેવા જતા અશ્વીને રમેશભાઇની પત્નીને ઝાપટ મારી દીધી હતી પતિ રમેશભાઇ વચ્ચે પડતા તેને પણ પાવડા વડે મારમારી માથાના ભાગે ઇજા કરી હતી આ અંગે રમેશભાઇ પટેલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ એમ.આર. સિંધવે તપાસ હાથ ધરી છે.