સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd August 2019

મોરબી એ ડીવીઝન એએસઆઇનો વિદાય સમારંભ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ આર બી વ્યાસની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે એએસઆઇની બદલીને પગલે તેમેને માનભેર વિદાય આપવા વિદાય સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે  એ ડીવીઝન પીઆઇ આર જે ચૌધરી, મહિલા પીએસઆઇ વી કે ગોંડલીયા સહિતના સ્ટાફે એએસઆઇ આર બી વ્યાસને પડો આપી વિદાયમાન આપ્યુ હતુ અને શુભકામનાઓ પાઠવી હતી. તે તસ્વીર

(11:44 am IST)