સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd August 2018

ગઢાળા ગામની જમીન માપણીમાં સુધારા કરવા ડે.કલેકટરને આવેદન

ઉપલેટા તા.રઃ ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે જમીન માંપણીની કામગીરી બે માસ પહેલા કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં સાતથી આઠ ખેડુતોને ફકત બોલાવીને કામગીરી કરેલ હતી છેલ્લા બે દિવસ પહેલા આ જમીન માપણીની ઘરે ઘરે ખેડુતોને નોટીસ આપવામાં આવી તેમાં ખેડુતોએ તપાસ કરી તો ગામના ૯૦ ટકા ખેડુતોને જમીન માપણીમાં ગોટાળા બહાર આવેલ છે.

અમુક ખેડુતોને ત્રણ ત્રણ વિઘા જમીન ઓછી તો કોઇને પાંચ વિઘા વધારે આવા અનેક ગોટાળાઓ બહાર આવેલ છે. આ બાબતે ગઢાળાના સરપંચ શ્રી નારણભાઇ આહિરની આગેવાની હેઠળ ગઢાળા ગામના ખેડુતો દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ. ત્યારે ડે. કલેકટરે આ જમીન માપણીના ગોટાળા સુધારવા ખાત્રી અને વિશ્વાસ આપેલ હતો.

ગઢાળાના સરપંચે જણાવેલ હતું કે જો આ ગોટાળાઓ ટુંક સમયમાં સુધારવામાં નહીં આવે તો ખાતેદાર ખેડુતો લાગતા વળગતા અધિકારીઓની કચેરી સામે ઉપવાસ આંદોલન કરશે તેવી લેખીતમાં ચિમકી આપેલ છે. (૧૧.૩)

 

(12:12 pm IST)