સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

મોરબીમાં વરસાદી ઝાપટું, ટંકારામાં ૨૨ મીમી-વાંકાનેરમાં ૧૧ મીમી વરસાદ નોંધાયો

ઘોઘમાર વરસાદની રાહ જોતા મોરબીવાસીઓએ માત્ર ઝરમર વરસાદથી જ મન મનાવવું પડ્યું

મોરબી જીલ્લામાં વરસાદની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે આજે મોરબી શહેરમાં મેઘરાજા હાઉકલી કરી ગયા હતા અને હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું તો ટંકારા અને વાંકાનેર પંથકમાં અનુક્રમે ૨૨ મીમી અને ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.

મોરબી શહેરમાં બપોરે હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું અને ઘોઘમાર વરસાદની રાહ જોતા મોરબીવાસીઓએ માત્ર ઝરમર વરસાદથી જ મન મનાવવું પડ્યું હતું મોરબી જીલ્લામાં સવારથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ટંકારામાં ૨૨ મીમી, માળિયામાં ૦૮ મીમી અને વાંકાનેરમાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે તો મોરબી અને હળવદમાં વરસાદ નોંધાયો નથી.

(10:35 pm IST)